Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ પાણી નહીં મળે ..!!! જાણો કેમ ?

Share

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. અંકલેશ્વરની કેનાલની કામગીરીને કારણે આ વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે અથવા અંકલેશ્વરનાં રહેવાસીઓએ ટેન્કર મંગાવી પાણી મેળવવું પડશે.

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રાજપીપળા ચોકડી પાસે કેનાલની કામગીરીને લઈ અંકલેશ્વરનાં રહેવાસીઓએ બે દિવસ પાણી વગર ચલાવવું પડશે. નગરપાલિકાનાં તળાવમાં આગામી પાંચ દિવસ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો છે. એક તરફ કોરોના કાળ છે જેમાં સરકાર દ્વારા નાગરિકોને વારંવાર હાથ ધોવાની સૂચના આપવામાં આવે છે આવા સંજોગોમાં ધનાઢય પરિવારો તો પાણીનાં ટેન્કર અથવા અન્ય કોઈ રીતે વ્યવસ્થા કરી શકે પરંતુ મધ્યમ વર્ગીય પરિવારો પાણી વગર બે-બે દિવસ સુધી કેમ કામ કરી શકે ? તેવા અનેક પ્રશ્નો આ વિસ્તારનાં રહેવાસીઓનાં મુખે ચર્ચાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાંથી નશાનો કાળો કારોબાર પકડાયો : 80 ગ્રામ MD ડ્રગ્સ, 325 ગ્રામ ચરસ ઝડપાયું.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં ઝાડ નીચે જુગાર રમતા 4 ઝડપાયા, 16 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃપિતૃ પુજન દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!