Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં નોકરીનાં બહાને રૂપિયા એક લાખની ઠગાઈ કરનાર મિત્રએ જ મિત્રની હત્યા કરી.

Share

અંકલેશ્વર શહેર વિસ્તારનાં લંબરમુછીયાએ પોતાના મિત્રની હત્યા કરતાં શહેરમાં સનસનાટી મચી જવા પામી છે હત્યા બાદ હત્યારો ફરાર થઇ ગયો છે.

અંકલેશ્વરનાં ચૌટા બજારના દગા ફળિયામાં રહેતા ઉત્તમભાઈ દાસના બે પુત્રો અનુપમ અને રૂપમની મિત્રતા હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલ સાથે હતી. હર્ષ પટેલે અનુપમ દાસને નોકરી અપાવવા માટે એક લાખની માંગણી કરી હતી. જેથી નોકરી ઇચ્છુક અનુપમે હર્ષને એક લાખ રોકડા આપ્યા હતાં. સમય જતાં લાંબા સમય સુધી નોકરી ન મળતાં અનુપમે પોતાના મિત્ર હર્ષ પાસેથી રૂપિયા એક લાખની પરત મેળવવા માટે ઉઘરાણી શરૂ કરી હતી. જેની રીસ રાખીને તારીખ ૨૮ મી જાન્યુઆરીની મોડી રાત્રે હર્ષ પટેલે અનુપમ અને રૂપમને જ્યોતિ ટોકીઝ પાસે બોલાવીને નાણાં લેવા માટે સજોદ જવાનું હોવાનું કહ્યું હતું. હર્ષ પટેલ હુંડાઇ આઇ ટવેન્ટી કાર નં. જીજે ૧૬ સીએચ ૩૮૭૩ લઈને આવ્યો હતો. અનુપમને હર્ષ પટેલ કારમાં બેસાડીને લઈ ગયો હતો જ્યારે અનુપમનાં નાનાભાઈ રૂપમે એક્ટીવા પર પીછો કર્યો હતો. હર્ષ દ્વારા કાર સજોદના બદલે સરફુદ્દીન ગામ તરફ લઈ જઈને રોડ સાઈડમાં કાર ઉભી કરી ઝઘડો શરૂ કર્યો હતો એન હર્ષ પટેલે અનુપમ પર ચપ્પુથી હુમલો કરી ચપ્પુનાં ઘા મારી અનુપમની હત્યા કરી હતી. પીછો કરી રહેલ અનુપમનાં નાનાભાઇ રૂપમ ઝઘડામાં વચ્ચે પડતાં તેના હાથની નસો કાપી નાખી હતી. ઘટનાને અંજામ આપી હર્ષ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અનુપમની હત્યાના સમાચાર મળતા જ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચ કેસ કરી લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે તેના નાના ભાઈ રૂપમની હાથની નસો કપાતા તે હાલ સારવાર હેઠળ છે.

રૂપિયા એક લાખની બાબતે લંબરમુછીયાઓ વચ્ચે આજે તેની હિંસા થતાં સનસનાટી મચી જવા પામી છે. હત્યા કરનાર હર્ષ પટેલ ફરાર થઇ ગયો છે. અંકલેશ્વર શહેર પોલીસે હર્ષ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

વિશ્વ જડીબુટ્ટી દિવસ નિમિત્તે RCC ભરુચનો અનોખો સેવા પ્રકલ્પ, 500 ઔષધીય છોડનું વિતરણ અને વૃક્ષારોપણ

ProudOfGujarat

વલસાડ સિટી પોલીસનું કાયદાનું પાલનના કરનાર પર સ્વચ્છતા અભિયાન ,લોકોના રક્ષણમાટે વલસાડ સિટી પોલીસબની દુઃખીયાની બેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!