Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જવલ્લેજ જોવા મળતા GBS રોગની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી

Share

અંકલેશ્વરના રહેવાસી પ્રભાતભાઈ તડવી, ઉંમર ૩૯ વર્ષને અચાનક જ પગ અને કમરના નીચેના ભાગમાં દુખાવાની અને ઝણઝણાટીની તકલીફ ચાલુ થઇ હતી, ત્યારબાદ તેમણે ઘણા બધા ડોક્ટર્સની સલાહ અને સારવાર લીધી, તો પણ કોઈ રાહત ના મળતા તેઓ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં ઘણી આશાઓ સાથે આવ્યા હતા, જ્યાં *ડૉ. સૌરભ દશેડા એ (ફુલટાઇમ ફિઝિશિયન અને ઇન્ટેસિવિસ્ટ)* *GBS* (ગિલેઇન-બૈરી સિન્ડ્રોમ) ની બિમારીનું નિદાન કર્યું તથા *ડૉ. ગૌરાંગ ઘીવાલા (વિઝિટિંગ ન્યુરોફિઝિશિયન)* દ્વારા ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિનના માધ્યમથી દર્દીને સપોર્ટ સાથે ચાલતો કર્યો અને ૫ દિવસની સારવારબાદ દર્દી જાતેજ ચાલતો અને હરતો ફરતો થઇ હોસ્પિટલ માંથી રજા લીધી.

દર ૧ લાખની વસ્તીમાં GBS દર વર્ષે લગભગ એક કે બે લોકોને અસર કરે છે. GBS માં સ્નાયુઓ તીવ્ર ગતિથી નબળા પડે છે, જેમાં વ્યક્તિમાં ચેપ સામે લડવાની સિસ્ટમ નબળી પડે છે જેની અસર ચેતાતંતુઓ પર પડે છે. બેક્ટેરિયલ અથવા વાયરસના ચેપથી વ્યક્તિ GBS નો શિકાર બને છે. GBS માં સૌપ્રથમ પગમાં નબળાઈ અનુભવાય છે, ત્યારબાદ તેની અસર હાથ અને ચહેરા સુધી જોવા મળે છે. હાથ અને પગમાં ઝણઝણાટી થવી અથવા ખાલી ચઢવી, હાથ, પગ અને પીઠમાં અસહ્ય પીડા એ GBS ના લક્ષણો છે, GBS એ વ્યક્તિને પેરાલિસિસનો શિકાર બનાવે છે.

Advertisement

આ સમસ્યાનો ઈલાજ શક્ય છે, થોડા અઠવાડિયા બાદ યોગ્ય સારવાર લઈ દર્દી સાજો થઈ શકે છે. થોડા સમય બાદ સ્નાયુમાં નબળાઈ રહેતી નથી. જો સમયસર બીમારીનું નિદાન થાય તો આ સમસ્યામાંથી દર્દીને બચાવી લેવો શક્ય છે. ઉલ્લેખનીય છે કે આ બીમારીની સારવાર ઘણી ખર્ચાળ છે અને દર્દીને મોટા શહેરની અત્યાધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. હવે ભરૂચ જિલ્લાની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ આવા તમામ સાધનોથી સજ્જ અને રાહતદરે સારવાર પુરી પાડવા સક્ષમ છે, જે આ સફળતાપૂર્વક થયેલી સારવારથી સાબિત થાય છે.


Share

Related posts

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

ProudOfGujarat

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા E-FIR એપ અંગે જન-જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!