Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : SP શૈફાલી બારવાલે 3 PSI અને 4 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી, હજુ વધુ બદલીઓ થવાના એંધાણ

Share

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ચાર્જ સંભળાતાની સાથે પ્રોહિબિશનની શખ્ત અમલવારી કરવા પર ભાર મુક્યો છે. જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને પ્રોહીબીશનની શખ્ત અમલવારી માટે જીલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવતા જીલ્લા પોલીસતંત્ર સતત દોડાદોડી કરી રહ્યું છે. SP શૈફાલી બારવાલે ત્રણ PSI અને 4 પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપ્યો હતો થોડક દિવસોમાં જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીએસઆઈ વી.વી.પટેલની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીએસઆઇ તરીકે, બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈની શામળાજી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એન.એ.રાઠોડની બદલી બાયડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી જયારે અરવલ્લી જિલ્લામાં 4 કોન્સ્ટેબલની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે જેમાં અશોકકુમાર સુરેશભાઈ ને LCB માંથી હટાવી બાયડ પોલીસ સ્ટેશનમાં, જીતેન્દ્ર કનુભાઇને મોડાસા રૂરલથી સાઠંબા, જયેન્દ્ર કનુસિંહને મોડાસા રૂરલથી મોડાસા ટાઉન જ્યારે ધનરાજસિંહને એમ. ટી. થી LCB માં બદલી કરવામાં આવી હતી. બદલીને લઇને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

જામનગર : સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

ProudOfGujarat

ભરૂચ : કતલખાને લઈ જવાતી સાત જેટલી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બચાવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!