Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ: પણ માનવ મહેરામણ છલકાયું

Share

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. દરવી પૂનમના દિવસે દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી ભક્તો આવતા જ બનાસકાંઠામાં અંબાજી તરફ જતા માર્ગો પણ ભક્તોથી ઊભરાઈ ગયા છે. દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી કરોડો માઇભક્તોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યાં શ્રદ્ધાળુઓનો મોટો મેળાવડો જામતો હોય છે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. પણ બાધા આંખડી પૂરી કરવા આવનાર માટે મંદિરના દ્વાર ખુલ્લા રખાતા હજારો માઇભક્તો અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા છે. બપોર બાદ શ્રાધ્ધપક્ષ શરૂ થઈ જવાનું છે. જેથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઈ જતો હોય છે. જેને લઈ આજે અંબાજી મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓએ માં અંબાના નતમસ્તક થઈ દર્શન કર્યા હતા. માતાજીને નવરાત્રિ દરમિયાન પોતાના ઘરે આવવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. આજનો મેળો જોતા ભીડવાળો મેળો નહિ, પણ ભક્તોની આસ્થાનો મેળાવડો જોવા મળ્યો હતો.
જ્યાં બાધા આંખડીવાળા ભક્તો સાથે અન્ય ભક્તોએ પણ માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદના શ્રદ્ધાળુ હિંમતભાઈ દવેએ જણાવ્યું કે, ભક્તોની આસ્થા અતૂટ છે, અને માં અંબેના દરબારમાં જે પણ ભક્તો બાધા રાખે છે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે તેવા અનેક ભક્તો છે. જેમા કેટલાક માતાજીની અખંડ જ્યોત લઈ, તો કેટલાક માથે ગરબી લઈ, ને તો ક્યાંક રગડતાં રગડતાં ભારે કષ્ટ સાથે પોતાની બાધા માનતા પૂર્ણ કરવા આ ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી પહોંચે છે. તો કેટલાક ભક્તો નિયમિત પૂનમ ભરનારા પણ અંબાજી જતા હોય છે. આ સંઘ છેલ્લા 20 વર્ષથી 415 કિલોમીટરની પદયાત્રા કરે છે. અંબાજી મંદિર ખાતે વિવિધ વેશભૂસા પહેરીને ગરબે ઘૂમી મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબાની રમઝટ બાદ ધ્વજા આરોહણ કર્યું હતું.
આ સંઘમા કુલ 125 સભ્યો જોડાયેલા છે જેમાં 70 મહિલાઓ જોડાયેલી છે. અંબાજી મંદિર ખાતે 20 સપ્ટેમ્બર ભાદરવી પૂનમે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ટ્રસ્ટ તરફથી અને ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ તરફથી ગાઇડ લાઇન નું પણ પાલન થઈ રહ્યું છે અને મંદિર ખાતે બાધા આખડી માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આમઆદમી પાર્ટીનાં કાર્યાલયનો કોસંબા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ગોધરા શહેરમા મેશરી નદીના પટમા રમાતા  જુગારધામ પર પોલીસનો દરોડો   

ProudOfGujarat

ઘરફોડચોરીઓનો માસ્ટરમાઇન્ડ ઇશાક શકલા પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!