Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દેરોલ ગામના ટેકરા ફળિયામાં ખુલ્લામાં જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા.વરલી મટકાના જુગારીયાઓમાં ફફડાટની લાગણી…

Share

દિનેશભાઇ અડવાણી

જેમ-જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ-તેમ પોલીસ તત્રં દ્વારા દારૂ અને જુગારની બદી પર લાલઆંખ કરવામાં આવી રહી છે તે સાથે જ આચારસંહિતાનો કડક અમલ પણ થઇ રહ્યો છે.આવાજ એક બનાવમાં ભરૂચ LCB પોલીસે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ અનુસાર કામ કરતા મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના દેરોલ ગામે થી ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમતા ૫ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. દેરોલ ગામના ટેકરા ફળિયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાતો હતો.ઝડપાયેલા જુગારિયોમાં (૧) ઇસ્માઇલ મહંમદ ઈસા બગસ રહેવાસી ઇમરાન પાર્ક ભરૂચ,(૨)જસવંત ઠાકોરલાલ મોદી રહેવાસી શાસ્ત્રી માર્કેટ પાસે પાંચબત્તી ભરૂચ ,(૩)દશરથ રમણભાઈ રાઠોડ રહેવાસી નવીનગરી દેરોલ ,(૪) જયેશ નરસિંહ રાવળ રહેવાસી ટેકરી ફળિયું દેરોલ ,(૫) મગન ધનજીભાઈ રાઠોડ રહેવાસી ટેકરા ફળિયું દેરોલ. આ પાંચ જુગારીયાઓ પાસેથી અંગઝડતીના કુલે રૂપિયા ૨૧૬૫૦ તેમજ મોબાઈલ નંગ-૫ કિંમત રૂપિયા ૭૦૦૦ અને જુગાર રમવાના સાધનો મળી કુલ ૨૮,૬૫૦ રૂપિયાની મત્તા પોલીસે જપ્ત કરેલ છે.આ બનાવ અંગે LCB ના PSI એ.એસ.ચૌહાણ અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર-રાજપીપળા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયક ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભયાનક અકસ્માત: બે ટ્રક વચ્ચે કાર બની સેન્ડવીચ, સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!