Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભયાનક અકસ્માત: બે ટ્રક વચ્ચે કાર બની સેન્ડવીચ, સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં

Share

ભરૂચ
ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ફાટક પાસે , 19 ઑગસ્ટ આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતા ભયાનક ધડાકો થયો. બનાવની ગંભીરતા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે ફાટક નજીક આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી ટ્રક નિયંત્રણ ગુમાવી દીધી અને વચ્ચે જતી એક કારને જોરદાર ટક્કર મારી. ટક્કરની અસરથી કાર આગળની ટ્રકમાં જતાં  અથડાઈ ગઈ. કાર આખેઆખી રીતે બંને ટ્રકોની વચ્ચે સેન્ડવીચની જેમ પીસાઈ ગઈ. અકસ્માત દરમ્યાન કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થઈ છે. તાત્કાલિક સ્થાનિક લોકો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા ઝડપી નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો.

Share

Related posts

ભરૂચના જીએનએફસીના નિવૃત્ત કર્મચારીને ડિઝીટલ એરેસ્ટ કરવાના કેસમાં ઈન્દોરથી એક આરોપી ઝબ્બે

ProudOfGujarat

લાભી ગામે ગ્રામસભામાં રોડ રસ્તા અને આવાસ યોજનાના પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજુઆત

ProudOfGujarat

અમદાવાદમા થશે ફિલ્મ મિત્રો નું ભવ્ય પ્રીમિયર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!