Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના ઉમલ્લાના ૫૧ વર્ષિય આધેડના વિવિધ અંગોના દાનથી ૩ વ્યક્તિઓને જીવનદાન મળશે.

Share

અંગદાનના કિસ્સાઓ બાદ ઘણા પરિવારોના દર્દીઓને નવુ જીવન દાન મળતુ હોય છે. દર્દીઓના શરીરના બગડેલા અંગોના સ્થાને અન્ય અંગદાતાના અંગ મળતા દર્દીને નવુ જીવન દાન મળતા ઘણા કિસ્સાઓમાં ગંભીર દર્દીઓ સ્વસ્થ બનતા તેમના પરિવારજનોમાં ખુશાલી છવાતી હોય છે. આવો જ એક કિસ્સો ઝઘડિયા તાલુકામાં બન્યો છે, જેમાં ઉમલ્લાના મુળ વતની ૫૧ વર્ષીય ચંદ્રકાંતભાઇ ભાઇલાલભાઇ તડવીને સોમવારે રાત્રિ દરમિયાન ઝઘડીયા જીઆઇડીસી નજીક અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. દરમિયાન વધુ સારવારની જરુર જણાતા તેમને વડોદરા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યા હાજર તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. હોસ્પિટલના તબીબોની ટીમે તેમના પરિવારજનોને અંગદાન વિષે વિસ્તૃતમાં માહિતી આપી સમજાવ્યા હતા. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત ચંદ્રકાંતભાઇ તડવીના પત્નીએ અંગદાન માટે સહમતિ આપી હતી. પત્ની સહિતના પરિવારજનોની સહમતિ બાદ ચંદ્રકાંતભાઇ તડવીના ફેફસા, કિડની, હ્રદય અને આંખનુ દાન કરાયું હતુ.

આ દાન કરેલ અંગો અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નાઈ મોકલવામાં આવશે. આ અંગદાન થકી ૩ વ્યક્તિઓને નવુ જીવન મળશે, એમ જાણવા મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રકાંતભાઇ તડવી સામાન્ય પરિવારના છે અને ઝઘડીયા જીઆઇડીસી ખાતેની એક કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા. તડવી સમાજના પરિવારના આ નિર્ણયથી કેટલાક જરૂરિયાતમંદ દર્દીઓના પરિવારોમાં ખુશીના કિરણો દેખાશે અને આ પરિવારોમાં ચંદ્રકાંતભાઇ સદા જીવંત રહેશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

ભરૂચ તાલુકાનાં કિશનાડ ગામમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

સુરતમાં ડ્રગ્સનો વેપલો સતત વધ્યો : સુરત પોલીસે એક આરોપીને રૂપિયા 1.56 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલની ગ્રામસભામાં પ્રિમોન્સુન કામગીરી, ગટર રસ્તા સફાઈ, બંધ સ્ટ્રીટ લાઈટ મુદ્દે ફરિયાદો ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!