Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શાળાઓનું ધો.10 અને ધો.12 નું ઝળહળતું પરિણામ.

Share

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 નું પરિણામ જાહેર થયું જેમાં મુન્શી મનુબરવાલા મેમોરિયલ ટ્રસ્ટનું ધો.10 નું પરિણામ 75 ટકા આવ્યું છે. જેમાં કુલ 60 વિદ્યાર્થીઓમાંથી A1 ગ્રેડમાં – 1, A2 ગ્રેડમાં – 4, B1 ગ્રેડમાં 7, B2 માં 10, C1 ગ્રેડમાં 14, C2 ગ્રેડમાં 9 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

દાઉદ મુન્શી ઉચ્ચતર માધ્યમિક શાળાનું વિજ્ઞાનપ્રવાહ ધો.12 નું 85 ટકા રીઝલ્ટ આવ્યું છે. જેમાં કુલ 26 વિદ્યાર્થીઓમાંથી B2 ગ્રેડમાં 5, C1 ગ્રેડમાં 5, C2 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થયા છે.

Advertisement

વાય.યુ. મેમોરિયલ ઉચ્ચતર માધ્યમિક શાળાનું સામાન્ય પ્રવાહમાં ધો.12 માં આ વર્ષે 72.73 ટકા પરિણામ આવ્યું છે. જેમાં કુલ 22 વિદ્યાર્થીઓમાંથી B2 ગ્રેડમાં 4, C1 ગ્રેડમાં 8, C2 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

તેમજ મુન્શી ટ્રસ્ટ સાથે જોડાયેલા અલીફ ઇંગ્લિશ મીડિયમ શાળા ધો.12 વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું 91 ટકા પરિણામ આવ્યું છે. જેમાં કુલ 35 વિદ્યાર્થીઓમાંથી A2 ગ્રેડમાં 1, B1 ગ્રેડમાં 5, C1 ગ્રેડમાં 9, C2 ગ્રેડમાં 11, D ગ્રેડમાં 1 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. અને ધો.10 નું 88.12% પરિણામ આવ્યું છે. જેમાં કુલ 101 વિદ્યાર્થીઓમાંથી A2 ગ્રેડમાં 7, B1 ગ્રેડમાં 22, B2 માં 23, C1 માં 28, C2 માં 9 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.


Share

Related posts

ભરૂચમાં હનુમાન જયંતિની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

વલસાડની બાળકીને ઓરી-રુબેલા ની રશી આપ્યા બાદ જીવ ગુમાવતા પરિવારમાં રોષ

ProudOfGujarat

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!