દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના રાણી ફળિયાના યુવકો દ્વારા પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે મહિનામાં એક-બે વાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.ગામના યુવાનોએ પોતાના ગામને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું હોય તેમ ગામના કોઈપણ વિસ્તારને પસંદ કરી તે વિસ્તારને સ્વચ્છ કરી નાખે છે.હાલમાં જ પોતાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત યુવકો દ્વારા નદી કિનારાના વિસ્તારને સ્વચ્છ કર્યો હતો.નદી કિનારે આવતા સહેલાણીઓ દ્વારા ફેંકવામાં આવતા કચરાને કારણે નદી દુષિત થાય છે અને નદી કિનારો અસ્વચ્છ બને છે. શુકલતીર્થ ગામના યુવકોએ નદી કિનારાને સ્વચ્છ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સ્વચ્છતા રાખવી એ આપી સૌની ફરજ છે.
Advertisement