Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:ફરી એકવાર વોર્ડ નંબર-૭ ચર્ચાનું કેન્દ્ર બન્યું.જાણો કેમ?

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરપાલિકા પ્રમુખના પોતાના જ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર-૭ માં દિવસે ને દિવસે સમસ્યા વધતી જાય છે.અવાર-નવાર આ વિસ્તારમાં પાણી લીકેજ ના કારણે ખોદકામ કરવામાં આવે છે અને આ પાણી આખા રોડ પર ફરી વડે છે જેથી વોર્ડ નંબર-૭ ના રહીશોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.દાંડિયા બજાર થી લઇ મચ્છી માર્કેટ મેનરોડ પર પાણી લીકેજ ના લીધે થતા ખોદકામ ને લીધે રોડ પર પાણી પાણી થઈ રહ્યું છે.એક તો રોડ ખરાબ ઉપર થી પાણી ના લીધે ગંદકી.વાહનચાલકો સાથે-સાથે આમ પ્રજા પણ પરેશાન થઈ રહી છે અને કોઈ મરણ જનારની અર્થીને સ્મશાન લઇ જવા માટે પણ તકલીફ પડી રહી છે.સાથે સિનિયર સિટીઝનોને પણ આવનજાવનમાં તકલીફો પડી રહી છે.આ બધી સમસ્યાઓને લઇને વોર્ડ નંબર-૭ માં લોકચર્ચા ચાલી રહી છે કે નગર સેવા સદનના પ્રથમ નાગરિક ગણાતા પ્રમુખના જ વિસ્તારમાં આવી હાલાકી પડતી હોય તો ભરૂચ નગરના બીજા વિસ્તારોની હાલત શુ હશે?.હવે જોવું રહ્યું કે વોર્ડ નંબર-૭ ની સમસ્યાઓને લઇને તત્રં દ્વારા કોઈ હકારાત્મક પગલાં ભરવામાં આવે છે કે ખાલી વાતો જ થશે ?.

Advertisement


Share

Related posts

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલે વધુ ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ, ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિતને કરાયા બદલીના આદેશ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1596 થયા.

ProudOfGujarat

વડોદરાના નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીના મુદ્દે મહિલાઓનો કલેકટર કચેરીએ હલ્લાબોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!