Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ એલ.સી.બી. નો આઇ.પી.એલ. પર સટ્ટો રમાડતાં નબીપુરનાં મકાન  પર છાપો – ૨ ફરાર….

Share

ભરૂચ એલ.સી.બી. પોલિસે બાતમીનાં આધારે નબીપુર ગામે એક ઇસમનાં ઘરે છાપો મારતાં      આઇ.પી.એલ પર સટ્ટો રમાડવાનું કૌભાંડ ઝડપાયું છે. ૨ આરોપી ફરાર થઇ ગયા છે.

ભરૂચ એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પી.આઇ.  કે.જે. તરડે સ્ટાફ સાથે બાતમીનાં આધારે નબીપુર રેલ્વેફાટક પાસે ભડ સ્ટ્રીટમાં આવેલા સલીમ અફીણવાળાનાં ઘરે રેઇડ કરતાં નબીપુરનાં જ રહીશ ગુલામ મુસા અહેમદ મદારી અને સુલેમાન ઉર્ફે સોલી આદમ પટેલ ઘટનાસ્થળેથી નાસી છુટ્યા હતાં.પોલિસે મકાન માંથી બે ટીવી, સેટ અપ બોક્સ, ૭ મોબાઇલ વગેરે મળી કુલ ૩૭,૮૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી મકાનમાલિક સલીમ અફિણવાળા તથા બંને આરોપીઓ વિરૂધ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ

ProudOfGujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં પાર્કિંગની જમીનમાં ઝરણનાં પાણીથી બિલ્ડીંગ ધસી પડવાની દહેશત : દર્દીઓનાં જીવને જોખમ.જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!