Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-મકતમપુર ખાતે પાણીની ટાંકી પાસે પાણીનો વેડફાટ.તંત્ર રહ્યું ઊંઘમાં…

Share

દિનેશભાઇ અડવાણી

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર-ઠેર પાણીની તંગી જોવા મળી રહી છે.રાજ્યના કેટલાક ગામોમાં તો પાણી ટેન્કરો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લામાં વહેતી માં નર્મદા તત્રંની બેદરકારીના કારણે ખાલી-ખમ છે જેને લીધે આ ભર ઉનાળે ભરૂચના કેટલાક ગામોમાં પણ પાણીની તંગી સર્જાય છે ત્યારે આજરોજ બપોરના સમયે ભરૂચના મકતમપુર ગામ ખાતે આવેલ પાણીની ટાંકી માંથી પાણી વેડફાટના દ્રશ્યો સામે આવ્યા હતા.હજારો લીટર પાણી બગાડ થતું હોવાના દ્રશ્યો સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.એક તરફ ભર ઉનાળે કેટલાય સ્થળોએ બુંદ-બુંદ માટે લોકો તરસી રહ્યા છે તો બીજી તરફ નફ્ફટ બનેલ મકતમપુરના તંત્રના કારણે રોડ ઉપર પાણી બગાડના દ્રશ્યો લોકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ જીલ્લામાં 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંકડો 1018 થયો.

ProudOfGujarat

નેત્રંગમાં હાઇટેન્શન લાઇન પર ચડતા વાનરોને કરંટ લાગવાથી 8 વાનરોનાં મોત થયા.

ProudOfGujarat

ગાંધીનગરમાં રાજ્યની 16 કોલેજના અધ્યાપકો દ્વારા મૌન ધરણા યોજાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!