Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

જંબુસર પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.જંબુસર વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.રાઠવા ને બાતમીદાર થી મળેલ બાતમીના આધારે જંબુસર તાલુકાના ઉમરા ગામની સીમમાં એક ઢોરના તબેલા ઉપર પોલીસ સ્ટાફ સાથે દરોડા પાડયા હતા.જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે દરોડા પાડી ૨૪૦ પેટી મળી કુલ અંદાજિત ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે બુટલેગર યોગેશ પટેલ ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

આણંદ દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

અમરેલી-બાબરાનાં કીડી ગામમાં કોંગો ફિવરથી યુવકનું મોત : આરોગ્ય વિભાગ દોડતું થયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!