Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:ભોલાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો ચરમસીમાએ.દફ્તરો સાથે ચેડા ન થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીએ જપ્ત કર્યા…

Share

દિનેશભાઇ અડવાણી

ભોલાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે.ભ્રષ્ટાચારના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને નોટિસો જારી કર્યા બાદ પણ પુનઃભ્રષ્ટાચારનો વિવાદ છેડાયો છે.પંચાયત ની તાજેતરની મિટિંગમાં કોરા અને સહી વિનાના વાઉચરનો મુદ્દો ઉઘડતા જિલ્લા વિકાસ અધિકારીના હુકમથી તાલુકા વિકાસ અધિકારીએ આજરોજ પંચાયત કચેરી ખાતે દોડી આવી વાઉચર અને રોજમેળ સહિતના દફ્તરો જપ્ત કરતા પંચાયતમાં હડકંપ મચી જવા પામ્યો છે.

Advertisement

ભુલાવ ગ્રામ પંચાયત વર્ષોથી ગેરવહીવટના કારણે વિવાદોમાં ઘેરાયેલી રહે છે.નવા સરપંચ ની નિયુક્તિ બાદ ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા જિલ્લા વિકાસ અધિકારીએ જંબુસરના ટીડીઓને તપાસ સોંપી હતી.જેની તપાસ બાદ જંબુસર ટીડીઓએ જિલ્લા વિકાસ અધિકારીને તપાસ અહેવાલ આપતા કરોડો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું.જેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ ભોલાવ સરપંચને કારણદર્શક નોટિસ આપી હતી.

નોટિસ પ્રકરણ બાદ પણ પુનઃ ગેરરીતિ થતી હોવાની બૂમ ઉઠી હતી.તાજેતરમાં મળેલી ગ્રામ પંચાયતની મિટિંગમાં સભ્યોએ વાઉચરો જોવા માંગતા વિવાદ ઊભો થયો હતો.પંચાયતના હિસાબના વાઉચરો પેન્સિલથી લખેલા,સરપંચની સહી અને નંબર વગરના તથા ઘણા વાઉચરો કોરા હોવાનું બહાર આવતા ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાયો હતો.

પંચાયતના સભ્ય મનોજ મહેતાએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી વાઉચર સહિતના દફતર જપ્ત કરવાની માંગ કરી હતી.જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી એ ભરૂચ તાલુકા વિકાસ અધિકારી બી.એચ.મકવાણાને દફ્તરો સાથે ચેડા થાય તે પહેલા તત્કાલ ધોરણે જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.આદેશના આધારે તાલુકા વિકાસ અધિકારી બી.એચ.મકવાણા તેમની ટીમ સાથે પંચાયત કચેરી પર દોડી આવતા પંચાયત કચેરીમાં ખળભળાટ ઉભો થયો હતો.

તાલુકા વિકાસ અધિકારી એ તલાટી પરમાર ને તત્કાલ પંચાયત કચેરી પર બોલાવતા તે રોજમેળ સહિતના દફતર સાથે આવતા ટીડીઓ પણ ચોંકી ઉઠયા હતા.પંચાયતના સભ્ય મનોજ મહેતાએ તલાટીએ રોજમેળ સહિતના દફ્તર ઘેર લઈ જાય તેની સાથે ચેડા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.તાલુકા વિકાસ અધિકારી એ ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલ વાઉચરો,ફાઇલો અને રોજમેળ સહિતના દફતર કઢાવી પોતાના કબજામાં લઇ જપ્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જંબુસર તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં સ્પષ્ટ ગેરરીતિઓ બહાર આવી હતી.ત્યારબાદની મીટીંગમાં પણ કોરા પેન્સિલથી લખેલા અને સરપંચની સહી તથા નંબર વગરના વાઉચરોને હિસાબમાં રજૂ કરવાનો વિવાદ બહાર આવતા સરપંચ પ્રિયંકા પટેલ અને તલાટી પરમાર સામે કાયદાનો કોરડો વીંઝાય તો નવાઈ નહીં.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં વરસાદે સર્જ્યા તારાજીના દ્રશ્યો, બે સ્થાનો પર મકાન ધરાસાઈ તો ક્યાંક વૃક્ષ, કેટલાય લોકો માટે નદીમાં પુરનો ખતરો પણ યથાવત.

ProudOfGujarat

ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?

ProudOfGujarat

ગોધરા : સમ્રાટ નગર સોસાયટી ખાતે રહેતા યુવાને આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!