Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 20,21,22 ડિસેમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ડિજી કોન્ફ્રાન્સમાં આપી શકે છે હાજરી.

Share

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ દોઢ મહિનાના ટૂંકા ગાળામાં કેવડીયાની મુલાકાત લેશે, તેઓના રેહવા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટનું લોકાર્પણ કર્યું હતું. હવે તે લોકાર્પણના દોઢ મહિનાના ટૂંકા ગાળામાં કેવડિયા કોલોનીની મુલાકાતે આવનાર છે. જેથી કેવડિયા અને નર્મદા ડેમ સાઈટ પર મોદીના આગમનની તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે. સાથે સાથે એમના રોકાણ માટે ખાસ રાજ દરબારી 4 ટેન્ટ પણ તૈયાર કરાયો છે. આ ટેન્ટમાંથી એક ટેન્ટમાં પીએમ મોદી અને બીજા ટેન્ટમાં ગૃહમંત્રી રાજનાથસિંહ રોકાણ કરશે એવી સંભાવનાઓ છે. જોકે હાલ મોદીના કેવડિયા ખાતેના ડિજી કોન્ફ્રાન્સમાં હાજરી આપવાના સત્તાવાર કાર્યક્રમની કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી.

Advertisement

આગામી તા.20,21 અને 22 ડિસેમ્બરે ટેન્ટ સીટી નર્મદા ખાતે યોજાશે ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ રાખવામાં આવી છે.જેમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના જેમાં 185 ડિજી ઉપસ્થિત રહેશે. આ રાષ્ટ્રીય ડીજી કોન્ફ્રાન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેવાના છે. સાથે સાથે આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના ગૃહમંત્રીઓ અને રાજ્યના ડી.જી.પી.ઓ હાજર રહેશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણના મહત્વના કાર્યક્રમ બાદ બીજા મહત્વના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.બીજી તરફ મોદી આ ત્રણ દિવસ માંથી ફક્ત કોન્ફ્રાન્સના સમાપનના દિવસે જ હાજરી આપશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે મોદીએ આ ટેન્ટ સિટીની મુલાકાત લીધી હતી પણ દિવસનો કાર્યક્રમ હોવાથી તેમણે ત્યાં રાત્રી રોકાણ કર્યું ન હતું. આ મામલે ટેન્ટ સિટીના ઓપરેશન હેડ પ્રબલ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાનના રાત્રી રોકાણ માટે ખાસ રાજ દરબારી 4 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે. જેમાં એક લિવિંગ રૂમ, બે બેડરૂમમાં ત્રણ એ.સી., બે ફ્રિજ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે.ફાઈવસ્ટાર હોટેલના સ્યુટ રૂમની વ્યવસ્થા આ દરબારી રજવાડી ટેન્ટમાં ઉભી કરાઈ છે. હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી, પણ તે જાહેર થયા બાદ મોદીની સુરક્ષાને લઈને આ સુવિધાઓમાં વધારો અને ફેરફાર પણ થઈ શકે છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર તા. 20,21,22 ડિસેમ્બરે કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સમાં હાજરી આપશે તે અંગેના સત્તાવાર કાર્યક્રમની હાલ જાહેરાત બાકી.


Share

Related posts

નર્મદા મહાઆરતી વેબસાઇટનું આવતીકાલે કરશે ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…

ProudOfGujarat

108ના સ્ટાફે ઇજાગ્રસ્તની 45 હજારની મતા પરત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!