Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર એસ.પી.એ રાજપીપળામાં છેડ્યા સંગીતના સુર: ગુજરાતી અને હિન્દી ગીતોની બોલાવી રમઝટ.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ વડિયા ગામની વૃંદાવન સોસાયટીમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ભાવનગરના જિલ્લા પોલીસ વડા પી.એલ.માલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.એ સંગીત સંધ્યામાં એમણે પોતે ગુજરાતી,હિન્દી ગીતોની રમઝટ બોલાવી હાજર લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.વૃંદવાન સોસાયટીના પ્રમુખ વિનોદ વસાવા દ્વારા વિનોદ એન્ડ મ્યુઝિકલ પાર્ટી,પંડ્યા પાર્ટીના સહયોથી આ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંગીત સંધ્યામાં સંગીતના સૂર રેલાવવા સંગીત શનિવારીની સમગ્ર ટીમ હાજર રહી હતી.

તત્કાલીન નર્મદા જિલ્લા પોલીસ વડા અને કેવડિયા ડેમ પર SRP ગ્રુપના સેનાપતિ રહી ચૂકેલા પ્રવીણ.એલ.માલ સાથે નર્મદાના લોકો સાથે એટલો આત્મીય સબંધ બની ગયો છે કે જ્યારે પણ જે તે જિલ્લામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને રજા મળે તો રિલેક્સ અને મનોરંજન માટે તેઓ રાજપીપળા ચોક્કસ આવે છે.આમ તેઓ વડિયાની વૃંદાવન સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રોકાયા હતા અને આ સંગીત સંધ્યાની મઝા માણી પોતે ગીતો ગાઈને સંગીતના સુરો રેલાવ્યા હતા.એમની સાથે ભરતસિંહ માંગરોલા,વિનોદ વસાવા,લોટનસિંગ મોહિતે,ધર્મેશ પંડ્યા, ફાલ્ગુની પંડ્યા સહિત કલાકારો હજાર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરત જીલ્લાના માંગરોળ તાલુકા મથકે સિનિયર સિવિલ કોર્ટનો ઉદ્ધઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે આંબેડકર નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

ProudOfGujarat

ખેડા તાલુકાના નાયકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલ યુવાનને કારે ટક્કર મારતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!