Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ધોળા દિવસે મોટરકારનો કાચ તોડી રૂપિયા ત્રણ લાખની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જલધારા ચોકડી નજીક બપોરના 12 વાગ્યાના અરસામાં પાર્ક કરેલ એક મોટરકારના દરવાજાનો કાચ તોડી ચોર ઈસમોએ રૂપિયા 3 લાખ ભરેલ બેગની ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અને ફરિયાદી અનંત વર્ધન રામોલિયા રહે; જલધારા ચોકડીની ફરિયાદના આધારે જલધારા ચોકડી નજીક યુનિકો વેલી સોસાયટી પાસે મોટરકાર પાર્ક કરી હતી તેવામાં બજાજ પલ્સર મોટરસાઇકલ ઉપર આવેલ બે અજાણ્યા ચોર ઈસમોએ 300000 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

હાલ, આ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસ દ્વારા આ ચોરોને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વલસાડ સુગર ફેક્ટરી પાસે રાત્રે ટેમ્પો ચાલકને લૂંટી લીધો….

ProudOfGujarat

કશિકા કપૂરની સ્પેન વેકેશનની તસવીરો જોઈને તમે તમારું આગામી વેકેશન બુક કરવા ઈચ્છો છો

ProudOfGujarat

પંચમહાલ : શહેરાના ચકચારભર્યા કરોડો રૂપિયાના સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર ઝડપાતા અનાજ માફિયાઓ પુનઃ ભૂગર્ભમાં.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!