Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર ઓએનજીસી કોલોની સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્રીય વિદ્યાલયના વાર્ષિક ખેલકૂદ દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઓએનજીસીના એસેટ મેનેજર એસ.એસ.રવિ, અતિથિવિશેષ તરીકે ડી.જી.એમ ઉમેશ રાઉલ સહિત ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગાસન તેમજ વિવિધ વ્યાયામનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. વિદ્યાલયના રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓએ મશાલ પ્રજ્વલિત કરી પરેડ યોજી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માન કર્યું હતું.


Share

Related posts

માંગરોળ કોંગ્રેસ સમિતિએ આદિવાસી સમાજના પ્રશ્નો વિધાનસભામાં વાંચા આપવા અંગે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઉમરપાડાના ગુલીઉમર ગામના વિજય વસાવાને વોઇસ ઓફ યુથ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!