– ભરૂચમાં બ્રહ્મકુમારીઝની દીદીઓએ પત્રકાર પરિષદ યોજી યુવતીના આક્ષેપોનું કર્યું ખંડન
– અગાઉ પણ અભિનેત્રીએ બ્રહ્મકુમારીઝની બહેનોને ગાળા ગાળી કરી ધમકીઓ આપી હોવાની દીદીઓની સ્પષ્ટતા
– અંકલેશ્વર GIDC પોલીસ મથકે અભિનેત્રી સામે બ્રહ્મકુમારીઝ દ્વારા ફરિયાદ રૂપે 2024 માં પણ અપાઈ હતી અરજી
બ્રહ્મકુમારીઝ સંસ્થા પર અંકલેશ્વરની એક્ટ્રેસે આબુ જ્ઞાન સરોવર ના ભાઈ દ્વારા ન કરવાનું કરી નાખ્યું હોવાના ગંભીર આરોપ લગાવતા બ્રહ્મકુમારીઝ દ્વારા યુવતીને VIP ટ્રીટમેન્ટ અને એન્ટ્રી બંધ કરાતા ખોટા આરોપો સંસ્થાને બદનામ કરવા લગાવ્યા હોવાની સ્પષ્ટતા કરી
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી અંકલેશ્વરની યુવતીએ માઉન્ટ આબુ જ્ઞાન સરોવર ના સેવક ભાઈ દ્વારા તેને પ્રસાદમાં કઈ ખવડાવી ન કરવાનું કરી નાખ્યું હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આબુમાં સંપર્ક નહિ કરવા દેતા યુવતીએ રાજસ્થાનના ઝાલોરમાં પત્રકાર પરિષદ યોજી હતી. અને બ્રહ્મકુમારીઝ સંસ્થા પર એક બાદ એક ગંભીર આરોપો લગાવ્યા હતા.
માઉન્ટ આબુ બ્રહ્મકુમારીઝ સેન્ટર પર અવારનવાર જતી અને VIP ટ્રીટમેન્ટ મેળવતી અંકલેશ્વરની ગુજરાતી એક્ટ્રેસ મોડલને જ્ઞાન સરોવર ના સેન્ટરમાં કિચન મા સેવા આપતા અમિત ભાઈએ પ્રસાદમાં કઈ ખવડાવી દીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. બે કલાક સુધી યુવતીને જે બાદ કઈ ખ્યાલ રહ્યો ન હતો. જે ઊઠ્યા બાદ આ યુવાનને પોતાની પાસે જોતા તે ચોકી ઉઠી હતી. મેડિટેશનની યુ-ટ્યુબ ચલાવતા આ બ્રહ્મકુમારીઝમાં 15 વર્ષથી સેવા આપતા ભાઈએ તેને ધમકી આપી વિડીયો વરયલ કરવાનું કહી બ્લેક મેઈલ કર્યા હોવાની પણ કેફિયત પત્રકાર પરિષદમાં વ્યક્ત કરી હતી. આબુ અને ગુજરાત પોલીસ પર પણ આ મોડલે તેની ફરિયાદ લઈ કોઈ એક્શન નહિ લેવાયા હોવાનો આરોપ લગાવ્યો હતો.
બ્રહ્મકુમારીઝ સંસ્થા પર ગુજરાતી એક્ટ્રેસના ગંભીર આરોપ બાદ આબુ જ્ઞાન સરોવર ના ડિરેકટર પ્રભા દીદી, અંકલેશ્વર સેન્ટરના અનિલા દીદીએ ભરૂચ ઝાડેશ્વર સેન્ટર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. યુવતી એક્ટ્રેસનો રોફ મારી VIP એન્ટ્રી સંસ્થાના આબુ સેન્ટર ખાતે અવારનવાર લેતી હોવાનું બ્રહ્મકુમારીઝની દીદીઓએ માહિતી આપી હતી. યુવતીના માતા-પિતા સેન્ટર પર આવતા હોય તેમની સાથે તે આવતી હતી.
જોકે અંકલેશ્વર અને આબુમાં બ્રહ્મકુમારીઝ સેન્ટર પર ધાક ધમકીઓ આપવા બદલ અને તેનું ચાલ ચલણ સારું ન હોય તેને પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી. આ એક્ટ્રેસ ને આબુમાં બ્રહ્મકુમારી સેન્ટર પર મળતી VIP એન્ટ્રી અને ટ્રીટમેન્ટ બંધ થતાં તેને સંસ્થાને બદનામ કરવા આ પ્રયાસો કર્યા હોવાનું નિવેદન બરૂમકુમારીઝ દ્વારા જારી કરાયું છે. સાથે જ જ્ઞાન સરોવર ના ભાઈ પર મુકાયેલા તમામ આરોપો પણ ખોટા હોવાનું બ્રહ્મકુમારીઝ બહેનો દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. એક્ટ્રેસના નામે સંસ્થાને બદનામ કરી યુવતી હેરાનગતિ કરતી હોવાનો, અપશબ્દો બોલી, ધાકધમકી આપતી હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. જે અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે બ્રહ્મકુમારીઝ દ્વારા વર્ષ 2024 માં યુવતી સામે અરજી રૂપે ફરિયાદ પણ અપાઈ હતી.
અંકલેશ્વરની આ એક્ટ્રેસ ગાર્ડનસીટીમાં પણ કાર સળગાવી દેવાના વિવાદમાં આગળ આવી ચૂકી હતી. બ્રહ્મકુમારીઝે આ એક્ટ્રેસ ખોટી એક્ટિંગ કરી સંસ્થા પર ગંભીર આરોપો લગાવી રહી હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. જે અંગે આબુમાં સંસ્થા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ પણ હાથ ધરી દેવાઈ છે.
