Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતી ફિલ્મના અભિનેતા, લેખક, નિર્માતા હરેશ જોગરાણાએ પત્રકાર પરિષદ યોજી પલ્લવી પાટીલ ઉર્ફે રાધા નિકમ પર લગાવ્યા અનેક આક્ષેપો

Share

બૃહમકુમારીઝ પર આરોપ લગાવનાર યુવતી એક પોર્ન સ્ટાર, બ્લેકમેઇલનો જ તેનો ધંધો, કહ્યું પ્રથમ બ્રેક આપનાર ફિલ્મ નિર્માતાએ
અંકલેશ્વરની કહેવાતી ગુજરાતી ફિલ્મ એભિનેત્રી એક પોર્ન સ્ટાર અને તેનો ધંધો જ લોકોને ફસાવી પૈસા એઠવાનો હોવાનો આરોપ ગુજરાતી ફિલ્મના હરેશ જોગરાણાએ લગાવ્યો
આબુ બ્રહ્મકુમારીઝના સેવક ભાઈ પર અંકલેશ્વરની કહેવાતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પલ્લવી પાટીલના ગંભીર આરોપોના વિવાદ વચ્ચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એકટરે એન્ટ્રી કરી છે. અંકલેશ્વરમાં રહેતા અને ગુજરાતી ફિલ્મમાં અભિનય, નિર્દેશન, લેખન અને નિર્માતા એવા હરેશ જોગરાણાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ પલ્લવી પાટીલ ઉર્ફે રાધા નિકમને પોર્ન સ્ટાર ગણાવી હતી. સાથે જ 2008 માં પહેલો બ્રેક પણ પોતે આપ્યો હોવાનું નિવેદન જારી કર્યું હતું. તો આ યુવતીએ ગ્લેમરસ દુનિયાના રંગે રંગાઈ પોતાના પતિ ગણેશ નિકમથી છૂટાછેડા લીધા બાદ 2015 માં બે બાળકોના પિતાને પણ ફસાવ્યો હોવાનું અને તેના પર અંકલેશ્વર જીઆઈડીસીમાં રેપનો કેસ કર્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. આ યુવતી સવિધાઓ ભોગવવા અને પૈસા એઠવા ધાર્મિક સંસ્થાઓ અને લોકોને ફસાવી બ્લેકમેઈલ કરતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. હરીશ જોગરણાએ યુવતીનો સંપર્ક કરતા તેમને પણ ધમકીઓ આપી હોવાનો તેઓએ પત્રકાર પરિષદમાં ફોડ પાડ્યો હતો.

Share

Related posts

ભરૂચ : પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી પર હુમલો કરનાર ગેંગ પૈકી એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામા કોરોના બાદ પૂર બહારમાં ટીમરૂ પાનની સિઝન ખીલી ઉઠી.

ProudOfGujarat

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ જૂથવાદથી કંટાળી હોદ્દા પરથી રાજીનામું આપ્યાની ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!