Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માં નર્મદા જયંતિને ધ્યાનમાં રાખી સરદાર સરોવર ડેમમાંથી ૨-દિવસ અગાઉ પાણી છોડવા માગ

Share

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની ધાર્મિક પ્રજા તહેવારને લઇને ઉત્સાહિત
ભરૂચ.
આગામી ૨૫મી જાન્યુઆરીના રોજ માતા નર્મદા જયંતિ નો અવસર આવી રહેલો છે. ગુજરાત રાજયના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલા ઘણાં ગામો, શહેરો અને કિનારાના તિર્થસ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ત્રણેય જિલ્લાના લોકો નર્મદા કિનારે નર્મદા પુંજા, ઓમ, હવન, દુધાભિષેક, ચુંદરી અર્પણ અને દિવડા પ્રગટાવવાના જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરે છે અને માં નર્મદા જયંતિના પાવન અવસરની રાજયના ધર્મપ્રેમી લોકો દ્વારા ખુબજ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે.
નર્મદા નદીમાં હાલ પાણીના સ્તર ઘણાં નીચા/છીછરો છે અને નદીના વહેણમાં ઘણી જગ્યાએ બેટ નીકળી આવેલા છે, વળી ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાને કારણે નદીના ઘણા વિસ્તારોમાં બંન્ને કિનારે મોટા પ્રમાણમાં કાદવ પથરાય ગયેલો છે અને તેને તેને કારણે માં નર્મદા જયંતિ અવસરની ઉજવણી કરવામાં લોકોને ઘણી સમસ્યાઓ અને મોટી હાડમારી વેઠવાનો વારો આવે તેમ છે અને તેને લીધે નર્મદા કિનારાના ઘણાં વિસ્તારોમાં લોકોએ માં નર્મદા જયંતિની ઉજવણીથી વંચિત રહેવુ પડે તેમ છે.
માં નર્મદા જયંતિના પાવન અવસરની ઉજવણી થઇ શકે તે માટે સરદાર સરોવર ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવુ અત્યંત આવશ્યક છે અને ગુજરાતની ધર્મ પ્રેમી જનતાને અને ગુજરાત રાજયમાં આવેલી ૧૬૨-કી.મી. વહી રહેલી માતા નર્મદાને સરદાર સરોવર ડેમમાંથી પાણી આપવું એ લોકોનો અને માતા નર્મદાનો હકક છે અને તે થાય પણ કહેવાશે.
સરદાર સરોવર ડેમના રીવર બેડ પાવર હાઉસ ચાલુ કરીને તમામ ૬-ટર્બાઇનને શરૂ કરીને વિજળીનુ ઉત્પાદન શરૂ કરવામાં આવે, જે સરદાર સરોવર ડેમના મુખ્ય હેતુ માનો એક મુખ્ય ઉદ્દેશ છે અને નર્મદા નદીની ડાઉનસ્ટ્રીમાં માં નર્મદા જયંતિનો અવસર પર સચવાઈ જાય તેમ છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના સામરી ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

પોરબંદર પતંજલિ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાં સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજપારડી નજીક મોટરસાયકલ પર લઇ જવાતા વિદેશી દારૂ સાથે એકની અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!