Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગણતંત્ર દિન નિમિત્તે શહેરમાં અદભૂત લાઇટીંગનો ઝગમગાટ

Share

દેશના 77 માં પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો પર લાઇટિંગનો ઝઘમઘાટ જોવા મળ્યો હતો

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરે નવી દુલહન જેવો સાજ સજ્યો છે. શહેરની સરકારી ઇમારતો અને જાહેર સ્થળો પર ભવ્ય અને અદભુત લાઇટિંગ કરવામાં આવતા સમગ્ર શહેર રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું છે.શહેરના સોનેરી મહલ સર્કલ, પાંચબત્તી સર્કલ, નગરપાલિકા ભવન, કલેકટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ કોર્ટ જેવી મહત્વની સરકારી ઇમારતો પર વિશેષ લાઇટિંગ કરવામાં આવી હતી. રંગબેરંગી લાઇટોના આકર્ષક નજારાએ શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય સજાવટને કારણે શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની હતી.

Advertisement

Share

Related posts

ઝંખવાવ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજી મંદિરની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ProudOfGujarat

રાજપીપળા : સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમી બાદ રાત્રે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!