Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નયનાચોક ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Share

ભરૂચ,
વેજલપુર, નયનાચોક ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભારતમાતા પૂજનના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિનની ઉજવણી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં કરવામાં આવે છે સાથે વિવિધ સંસ્થાઓના સમાજના પ્રતિનિધિઓ આ કાર્યને બિરદાવવા ઉપસ્થિત રહે છે. આજરોજ ભરૂચ જીલ્લામાં રામજન્મ ભૂમિ મુક્તિ આંદોલન તથા રામશીલા પુજનના કાર્યક્રમના સહભાગી બનેલા જે-તે સમયના વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ નહારસિંહ રણાએ એકત્ર થયેલ સમાજને સંગઠિત રહેવા જણાવ્યું હતું. ભરૂચ જીલ્લામાં સૌથી વધુ સંઘર્ષ વેજલપુરની જનતાએ કર્યો છે. પડકારોને ઝીલી આ સમાજ આજે પણ અડિખમ ઉભો છે.
આ સમાજ થકી ભરૂચ જીલ્લાના ગામડે-ગામડે હિન્દુ જાગૃતિના કાર્યક્રમો થયા. માં ભારતીની પુજામાં અને સ્વખર્ચે કોઈપણ સ્વાર્થ વગર અહીંના યુવાનોએ હિન્દુ સમાજને એક કરવાનું કામ કરેલ છે. નહારસિંહ રણાએ તેમના અનુભવને વર્ણવતા આ સમાજના યુવાનોને ઈશ્વરીય કાર્યમાં જોડાઈ રહેવા આહ્વાન કર્યું હતું. તેમજ ભરૂચ જીલ્લાના હિંદુ સંગઠન સો જોડાયેલા કાર્યકર્તાને સ્મરણ કરી યાદ તાજી કરી હતી.
આ કાર્યક્રમના સહભાગી સીમા જાગરણ મંચનો પરિચય  કિરીટભાઇ મિસ્ત્રીએ આપ્યો હતો. સનાયા ગૃપની દિકરીઓએ સ્વાગતગીત થકી કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમજ કુ. શ્રેયા જોષીએ પોતાના વકતવ્યથી હાજર જનતાને ભાવવિભોર કરી નાંખ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન  રમેશભાઈ મિસ્ત્રી મંડપવાળાએ કર્યું હતું.
આ કાર્યક્રમના સ્થાનિક નગરપાલિકા સદસ્ય ટીનેશ મિસ્ત્રી તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી, નયનાચોક યુવક મંડળના યુવાનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ના ચિકદા થી ઝાંક સુધી રસ્તાઓમાં ખાડાનું સામ્રાજય.

ProudOfGujarat

ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામનાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચની આસુતોષ-2 સોસાયટીમાંથી કોબ્રા સાપ પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!