Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકા આરોગ્ય વિભાગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશ ડી. પટેલને ભાવભીની વિદાય આપી

Share

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે લાંબા સમય સુધી સેવા આપનાર ગિરીશ ડી. પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમના સન્માનમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 35 વર્ષ સુધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવ્યા બાદ તેમની નિવૃત્તિ પ્રસંગે ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ વિદાય સમારોહમાં હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગેમલસિંહ પટેલ, ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, સુશાંત કઠોરવાલા, તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ તેમજ ગામના આગેવાનો મહાદેવ પટેલ, નયન પટેલ સહિત ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ ગિરીશ પટેલના નિષ્ઠાપૂર્વક અને સેવાભાવી કાર્યકાળની સરાહના કરી હતી અને તેમના દીર્ઘ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમના નિવૃત્ત જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

બુટલેગર યુવતીઓ ટ્રેનમાં બેસી છેક મહારાષ્ટ્રથી બિયર આપવા આવી અમદાવાદ : 214 ટીન સાથે ચારની ધરપકડ.

ProudOfGujarat

નડિયાદ : નાગરિકોને પડતી મુશ્કેલી મામલે કોંગ્રેસ દ્વારા લેખિત રજૂઆત કરાઇ.

ProudOfGujarat

રાજપારડી : સારસા નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત- બે ઇસમોને ઇજા કારમાં રહેલ બે વ્યક્તિઓ ને પણ પછડાટથી ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!