Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ વિરોધી રેલી, પરવાનગી ન હોઈ પોલીસે રોકતાં ઘર્ષણ

Share

રાજ્યમાં ડ્રગ્સ, ગાંજો, દારૂ સહિતના નશાને બંધ કરાવવામાં આવે તેવી માંગ

। ભરૂચ ।

Advertisement

ભરૂચમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, એનએસયુઆઈ દ્વારા રેલી માટે પૂર્વ પરવાનગી ન હોવાને કારવો પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવાની કોશિષ કરતાં કાર્યકરોએ ટીંગાટોળી કરી હતી. જેમાં કેટલાંક કાર્યકરોના કપડાં પણ ફાટી ગયાં હતાં.

ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત યુવાનધનને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના સેવનથી બચાવવા નશાનો વેપલો કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત રેલી યોજવાની જાહેરાત કરી હતી. કાર્યકરોએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ડ્રગ્સ નાબુદીના સુબોચ્ચાર સાથે નો ડ્રગ્સની પ્રતિજ્ઞા લીધી હતી. રેલીમાં તેમણે ભાજપ સરકાર પર પહાર કર્યા હતાં. તેમણે સુત્રોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ-દારૂ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોના વેપલા પર અંકુશ લાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે ખાસ કાર્યવાહી કરે તેવી માગ પણ કરી હતી. તેમણે ઉમેયું હતું કે, રાજ્યના વિવિધ સ્થળેથી વિપુલ માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આદ્યોગિક વસાહતોમાં ડ્રગ્સ બનાવતી કંપનીઓ પણ પકડાઈ છે. ત્યારે ડ્રગ્સ માહિયાઓની સક્રિયતા ચિંતાનો વિષય છે.


Share

Related posts

પીએમ મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

રાજપીપલાની નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્વછતા અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, સ્કૂલ બસ અને કારની ટક્કરમાં 6 નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!