Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુકે મોકલવાના બહાને એજન્ટે ટંકારિયાના યુવાનના ૯ લાખ ચાંઉ કર્યા

Share

પહેલાં બહેનના વિઝા થતાં યુકે જતાં ભાઈએ પણ ફાઈલ મુકી

। ભરૂચ !

Advertisement

ખરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતાં મિન્હાજ ઝૂબેર ધોલીયા ( વોરા પટેલ) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સગી બહેન મુનિરાબાનુને વર્ષ ૨૦૨૩માં યુકે જવાનું હોય તેમણે પાલેજ ખાતે આવેલાં પટેલ ઓવરસીસ કન્સલ્ટન્ટ નામની ઓફિસનો સંપર્ક કર્યો હતો. જ્યાં વિઝા એજન્ટ તરીકે ઈરફાન ઈલ્યાસ પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી. ઈરફાને તેમની બહેનના વિઝા માટેની તમામ પ્રક્રિયા કરતાં તેમના વિઝા આવી ગયાં હતાં. જેથી તેમની બહેન યુકે જતી રહી હતી. દરમિયાનમાં મિન્હાજને પણ યુકે જવાનું હોઈ તેમણે પુનઃ ઈરફાન પટેલનો સંપર્ક કર્યો હતો. તેમની બહેનના વિઝા બની ગયાં હોવાથી તેને ઈરફાન પર વિશ્વાસ બેઠો હતો.

ઈરફાને તેમના યુકેના વિઝા કરી આપવાના બદલામાં ૯ લાખ રુપિયા થશે તેવી બાંહેધરી આપતાં તેમણે ઘરે જઈ માતાને વાત કરી હતી. તેમની માતાએ તેમના દાગીના તેમને આપતાં તે દાગીના તેમણે એસબીઆઈ બેકમાં જમા કરી તેના બદલામાં ૧૦ લાખની લોન લીધી હતી. જે બાદ તેમણે તે પૈકીના ૯ લાખ રૂપિયા ઈરફાનને આપ્યાં હતાં. જે બાદ મિન્હાજ ઈરફાનની ઓફિસે પહોંચી વિઝાની વાત કરતાં ઈરફાન ખોટા વાયદા કરતો હતો. દરમિયાનમાં ઈરફાને પાલેજની ઓફિસ બંધ કરી સુરત જતો રહ્યો હતો. જે બાદ ઓએ સુરત ખાતે સૈયદપુરા પારસી શેરી ખાતે ઈરફાનની ઓફિસ આવેલી હોવાની વિગતો મેળવી તેમણે ત્યાં પણ અનેક ધક્કા ખાધા હતાં. જોકે, તેણે રૂપિયા ચુકવ્યાં ન હતાં. જે બાદ ફોન પણ બંધ કરી દીધો હતો. તેનો બીજો નંબર શોધી તેના પર સંપર્ક કરતાં તેણે તે વિદેશ જતો રહ્યો હોવાનું જણાવી ઠગાઈ કરતાં આખરે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચમાં રાજકારણ ગરમાયું, ભાજપ સાથે છેડો ફાડી 100 થી વધુ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!