Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રમજીવીની સગીર પુત્રીને કૌટુંબિક બનેવી ભગાડી ગયો, ફોન કરી કહ્યું મે લગ્ન કરી લીધાં

Share

 

વાગરા તાલુકાના એક ગામની ઘટના, દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Advertisement

ભરૂચ.

વાગરા તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતાં અને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં શખ્સને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ હતી. બે ત્રણ વર્ષ પહેલાં તેમના કાકાની પુત્રીના લગ્ન થયાં હતાં. તેનો પતિ સુરેશ નટુ રાઠોડ ઘર જમાઈ બનીને તેમની સાથે જ રહેતો હતો અને મરવાની દૂકાન ચલાવતો હતો. તે કૌટુંબિક બનેવી થતો હોય તેની સાથે તેમના સારા સંબંધ હતાં. છ-સાત મહિના પહેલાં તેમની પુત્રીની સગીર પુત્રીને તે ગામના દરિયા કિનારે લાકડાં-શ્વાસ કાપવા માટે લઈ જતો હતો.

દરમિયાનમાં છએક મહિના પહેલાં સુરેશ તેમની પુત્રીને ભગાડી દેરોલ તેના ઘરે લઈ ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ તેમને દેરોલ ગામેથી તેઓને પકડી પાડયાં હતાં. અરસામાં સમાજના આગેવાનો વચ્ચે પડતાં તેઓ સમાધાન કરી લીધું હતું. દરમિયાનમાં ગત ૨૦મી જાન્યુઆરીએ તેઓ માછીમારી કરવા ગયાં બાદ પરત આવતાં તેમની પુત્રી ઘરે ન હોવાનું જણાતાં તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે, પુત્રી નહી મળતાં તેમને શંકા જતાં તેમણે સુરેશની પણ તપાસ કરતાં તે પણ તેના ઘરેથી ગુમ હોવાનું માલુમ પડતાં તે જ તેમની પુત્રીને લઈ ગયો હોવાની શંકા હતી. અરસામાં સુરેશે તેમના મોબાઈલ પર ફોન કરી જણાવ્યું હતું કે, તેણે તે તેમની પુત્રીને ભગીડી લાવ્યો છે અને તેઓ સુરત છે. તેમણે બન્નેએ લગ્ન પણ કરી લીધાં છે. તે બાદમાં ગામમાં જ રહેવા આવવાનો છે. જે બાદ પણ તે પરત નહીં આવતાં તેમણે સમાજના લોકો સાથે ચર્ચા કર્યા બાદ આખરે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ શહેરનાં મારવાડી ટેકરા ખાતેના મકાન તથા સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ …!

ProudOfGujarat

ભરૂચનાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!