Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૬ માટે ભરૂચ જિલ્લાના ઉમેદવારો અરજી કરી શકશે

Share

 

 

Advertisement

 

ઉમેદવારોએ જરૂરી તમામ દસ્તાવેજો સાથે તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં અરજીઓ કરવાની રહેશે

 

ભરૂચ

જિલ્લા જિલ્લા રોજગાર કચેરી દ્વારા  વર્ષ-૨૦૨૫ના રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગવવામાં આવી છે. વર્ષ-૨૦૨૫ ના નીચે દર્શાવેલ કેટેગરીમાં રાષ્ટ્રીય અને રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.(૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગારી કરતી દિવ્યાંગ વ્યક્તિઓ ૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા ૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફીસર્સ

      રાજયકક્ષાના પારિતોષિક માટેની અરજી નિયત નમુનામાં અલગ અલગ રજુ કરવાની રહેશે. વેબસાઇટ દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની  http://anubandham.gujarat.gov.in/notice-boad ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી ભરૂચ ખાતેથી વિનામૂલ્યે તા.૨૫/૦૨/૨૦૨૬ સુધીમાં મળી શકશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા.

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિ બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી-ભરૂચને મોડામાં મોડી તા.૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધૂરી વિગતવાળી/ નિયત મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. તેમ રોજગાર અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

નડિયાદ સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ વરસાદી છાંટા વરસ્યા.

ProudOfGujarat

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!