Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લોકલુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતુ બજેટ : જગદીશ પટેલ

Share

 

– બેલેન્સ એન્ડ ગ્રોથ ઓરીએન્ટેડ બજેટ, ભરૂચ માટે બજેટમાં ઘણું : મહાવીર જૈન

Advertisement

– ગામથી લઈ ગિફ્ટ સિટી સુધી બજેટમાં ગુજરાતને આવરી લેવાયું, રાજ્યના બજેટનું કદ આ વખતે 3 લાખ કરોડને સ્પર્શશે : રમેશ મિસ્ત્રી

– દેશના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીને આવરી લેતું સર્વાંગી વિકાસનું બજેટ : પ્રકાશ મોદી

– ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટથી જનમાનસને જાણકાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ

ભરૂચ.

 

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટથી જન જનને વાકેફ કરવા ડિસ્ટ્રીકટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી

દેશના સામાન્ય બજેટથી જનસમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્તવ્ય ભવનમાં પહેલી વખત અને સતત 9મી વાર નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને 2047 ના વિકસિત ભારતના રોડમેપ તરીકે લેખાવ્યું હતું.

નિર્ભયપણે વિકાસનો માર્ગ કંડારે તેવા પ્રકારનું સંપૂર્ણ વિકાસલક્ષી બજેટ તેઓએ ગણાવ્યું હતું. જનમાનસ લાભાર્થીઓને સમાજય એ માટે બજેટલક્ષી બેઠકમાં લોકલુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતુ બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

વર્ષ 2047 સુધીમાં આત્મનિર્ભર ભારત બનાવવાનું નરેન્દ્ર મોદીના લક્ષનું બજેટ, બીજા કોઈ વર્ષના બજેટ કરતા સૌથી વધુ પડકારોમાં ટેરીફનો ટેરર આ વખતે હતો. અનેક પડકારો વચ્ચે દેશના હિતને ધ્યાને લઇ બજેટ રજૂ કરાયું. યુરોપિયન દેશો સાથે ટ્રેડ ડિલ બાદ જગતનો જમાદાર અમેરિકા પણ ઝુક્યો.

આપણે બજારો ખોલ્યા પણ કૃષિના બજારો અંગત તેમાં કોઈને ચંચુપાતની છૂટ અપાઈ નથી. બહેનો માટે પણ બજેટમાં બે ડગલાં આગળ વધીને બહેનોને SHE માર્ટ નું બજાર અપાયું.

કોઈપણ દેશમાં વિકાસ ઝડપી બનાવવા ટ્રાન્સપોર્ટેશન ખૂબ મહત્વનું જેને અનુલક્ષી રેલવે બજેટમાં સુરતથી કલકતાના દાનપુર સુધી ફ્રેઈટ કોરીડોરની જાહેરાત કરાઈ છે.

યુવાનો, તમામ ક્ષેત્ર, સમુદાય, તમામ વર્ગના હિત સાથે માનવીઓ જ નહીં પશુઓનો પણ વિચાર બજેટમાં આવરી લેવાયો છે. સેમીકન્ડક્ટર, AI થી લઈ કાજુ, ચંદનની ખેતી બજેટમાં સમવાય છે.

CA મહાવીર જૈન પ્રદેશ પ્રવક્તાએ બજેટ ભરૂચ માટે કઈ રીતે મહત્વનું તેના પર પ્રકાશ પાડ્યો હતો. MSME માટે 10 હજાર કરોડ સાથે 3 કેમિકલ પાર્કની જાહેરાતથી ભરૂચ કેમિકલ ક્લસ્ટરને ફાયદો થશે. 60 વર્ષથી ઇન્કમટેક્સ લો ચાલતો જે ખૂબ જ જટિલ, એપ્રિલથી અમલી નવો લો કરમાળખાને સરળ બનાવવાનું બજેટમાં કામ કરશે. ભરૂચનો ટેક્ષ પેયરમાં દેશમાં મોટો ફાળો છે. ભારત સ્થિર ઇકોનોમી સાથે દુનિયામાં આગળ વધી રહ્યું છે. જેને જોતા બેલેન્સ એન્ડ ગ્રોથ ઓરીએન્ટેડ બજેટ તેઓએ ગણાવ્યું હતું.

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દેશના સામાન્ય બજેટમાં ગામથી લઈ ગિફ્ટ સિટી સુધી ગુજરાતને આવરી લેવાયુ હોવાની સરાહના કરી હતી. સાથે જ બજેટની 100 ટકા રકમ વાપરવા આખું વર્ષ મળશેની આશા વ્યક્ત કરી હતી. ફાર્માનું પણ ગુજરાત દેશમાં લીડર હોવાનો ગર્વ વ્યક્ત કરી ગુજરાત અને ભરૂચના ફાર્મા ઉધોગ માટે પણ બજેટ દુરંદેશી ગણાવ્યું. તો 4 સેમી કન્ડક્ટર પ્લાન્ટથી ગુજરાત હબ બનતા ગુજરાતની તુલનામાં કોઈ રાજ્ય નહિ હોવાનો ગર્વ રજૂ કર્યો હતો. ગુજરાતનું બજેટ પણ આ વખતે 3 લાખ કરોડની પાસે પોહચી જશે તેમ અંતમાં જણાવ્યું હતું. સાથે ભરૂચ અને કચ્છ રાજ્યના ગ્રોથ એન્જીન હોય જે દેશમાં પણ અગ્રેસર હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશના બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી, GYAN ની થીમ પર બજેટમાં વડાપ્રધાન દ્વારા ગરીબ, યુવા, અન્નદાતા અને નારીને આવરી લેવાયા હોવાનું જણાવ્યું હતું. બજેટ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનાર અને જનજનના વિકાસ થકી વિશ્વમાં ઇકોનોમિક ગ્રોથમાં દેશને આગલી હરોળમાં લઈ હવા તરફનું લેખવ્યું હતું.

કોર્ડીંનેટર જનક પટેલે મહિલા, શ્રમિક, યુવા અને વેપારી વર્ગના સંમેલન યોજી તેઓને બજેટથી માહિતગાર કરવા અંગે માહિતી આપી હતી.

બજેટલક્ષી પત્રકાર પરિષદમા મંત્રી જીગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share

Related posts

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 5 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 1049 મતથી આગળ અને 600 મતની લીડથી વિજય થયો.

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગની ગરીબ વૃદ્ધ વિધવા મહિલાની દર્દનાક હાલત, ઘરે-ઘરે મજુરીકામ કરી ઘર ચલાવવા મજબુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!