Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મિયાગામ-ડભોઈ વચ્ચે રેલવે લાઈનના પેન્ડલમ-લાઈનર્સ ચોરતા ૭ ઝડપાયાં

Share

ચોરી કરેલાં ૧૨૨ પેન્ડલમ,૯૩ લાઈનર્સ રિકવર, ટેમ્પો, એક્ટીવા, થ્રી વ્હિલ ટેમ્પો જપ્ત

। ભરૂચ ।

Advertisement

ભરૂચ વડોદરા રેલવે લાઈન પર મિયાગામ-ડભોઈ વચ્ચે પેન્ડલમ ક્લિપ્સ તેમજ લાઈનર્સની ચોરી કરવાના કારસામાં આરપીએફની ટીમે ૭ આરોપીઓને ઝડપી પાડયાં છે. ટીમે તેમની પાસેથી કુલ ૧૫ હજારથી વધુની મત્તાના ૧૨૨ પેન્ડલમ ક્લિપ્સ તેમજ ૯૩ રેલવે લાઈનર્સ તથા ત્રણ વાહનો જપ્ત કર્યા હતાં.

વડોદરા રેલવે વિભાગમાં ભરૂચ આરપીએફમાં ફરજ બજાવતાં ટેક્સ ઇન્સ્પેકટર એમ. એલ. કટારિયાને મિયાગામ અને ડભોઈ સેક્શન વચ્ચેથી રેલવે લાઈનના પેડલ ક્લિપ્સ અને લાઈનર્સની ચોરી થતી હોવાની બાતમી મળી હતી.જેના પગલે ટેક્સ ઈન્સ્પેક્ટર કટારિયા સહિત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના મહાવીરસિંહ સબ ઈન્સ્પે જયસિંહ મીણા સહિતના સ્ટાફે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રેલવે લાઈનમાંથી પેડલ કિલપ્સના ૧૦ ટુકડા ચોરી કરતાં ત્રણ શખ્સોને ઝડપી પાડયાં હતાં. તેમની પુછપરછમાં ચોરીનો સામાન લેનાર રિસીવરોના નામોનો ઘટસ્ફોટ થયો હતો. ટીમે તેમની પણ ધરપકડ કરતાં તેમની પાસેથી કુલ ૧૫૫૨૫ રૂપિયાની મત્તાના ૧૨૨ પેન્ડલમ કિલપ્સ અને ૯૩ રેલવે આયર્ન લાઈનર્સ મળી આવતાં તે જપ્ત કર્યા હતાં. તેમજ તેઓએ ચોરીમાં ઉપયોગ કરેલા વાહનો ટેમ્પો, થ્રી વ્હિલ ટેમ્પો તેમજ એક એક્ટિવા પણ જપ્ત કરી હતી. આરપીએફની ટીમે કારસામાં ઝડપાયેલાં દિલીપ રતિલાલ વસાવા, નિમેશ છત્રસિંહ ગોહિલ, યશકુમાર દિનેશ રાઠોડિયા, ડ્રાઈવર અરવિંદ સોમા પ્રજાપતિ, રિસિવર એયુબશા યાકુબશા, રિસીવર ઈકબાલ હુસેન અબ્દુલ કરીમ ખત્રી તેમજ ત્રીજા રિસીવર દાયમા આશિકાખાન સિકંદરખાનની ધરપકડ કરી તેમેન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે, કોર્ટે ૫ જણાને જામીન પર મુક્ત કર્યા હતાં. જ્યારે બે આરોપીઓને જેલમાં ધકેલી દેવાયાં હતાં.


Share

Related posts

વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી પાડોશીએ દંપતી સહીત ત્રણને માર માર્યો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચા

ProudOfGujarat

ભરૂચ:ગેરકાયદેસર તાંબાના વાયરોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!