Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એક્સપ્રેસ વે પર પ્રિ-વેડિંગની રીલ બનાવનાર વરરાજા સહિત ૪ સરકારી જમાઈ બન્યા

Share

લગ્નને યાદગાર બનાવવા કરેલાં પ્રિ-વેડિંગને કારણે થયેલી કાર્યવાહી જીવનભર યાદ રહેશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રી-વેડિંગ અને રીલ બનાવી હતી

Advertisement

। ભરૂચ ।

ભરૂચ અંકલેશ્વર ભારત માલા નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના કેબલ બીજ પાસે વરરાજાની ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડતુ ડ્રોનથી પ્રી-વેડિંગ ફોટોશૂટ કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. દરમીયાનમાં પોલીસે મામલામાં તપાસ કરી ભરૂચના શેરપુરા વિસ્તારમાં રહેતાં વરરાજ તેમજ તેના મિત્રો સહિત ચાર જણાની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર પ્રિવેડિંગ શુટીંગમાં વપરાયેલું બુલેટ તેમજ ચાર કાર પણ કબજે કરી છે.

ભરૂચના નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલાં કેબલ બીજ નજીક ચાર કાર તેમજ બુલેટ પર ફિલ્મી સ્ટાઈલમાં આવવાનો પ્રિવેડીંગ શુટનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં વરરાજા તેમજ તેના મિત્રો તથા ડ્રોન-કેમેરામેનની બેદરકારીને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. દરમિયાનમાં અંક્લેશ્વર રૂરલ પોલીસે જાતે જ મામલામાં ફરિયાદી બની તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસમાં વિડીયોમાં બુલેટ ચલાવનાર વરરાજા ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી વસીમ વીલા સોસાયટીમાં રહેતો મોહમદ ફૈઝાન મોહમદ સિફિક નાખુદા હોવાનું માલુમ પડતાં તેની ધરપકડ કરી હતી. તેની સાથે સાથે તેના મિત્રો કે જે ચાર કારમાં હતાં તે પૈકી ક્રેટા કાર ચલાવનાર મદિના પાર્કનો તુફેલ ગુલામ પટેલ, એક્સયયુવી ચલાવનાર સોનેરી મહેલડુમવાડનો સુફિયાન ઉસ્માન મન્સુરી, કિયા ગાડી ચલાવનાર અયાઝ સાદીક મનિહાર તેમજ કિયા સેલટોસ ચલાવનાર વસીમ વીલાના જ સાહિલ ઈકબાલ રાજ હોવાનું ટીમને માલુમ પડયું હતું. ઉપરાંત સમગ્ર ફોટો શુટ કરનાર ટી.કે. મુવમેન્ટ સ્ટુડિયોના રિયાઝ ઘાંચીએ સમગ્ર જોખમી અને ગેરકાયદે રીલ બનાવી હતી. પોલીસે તે પૈકીના ચારની ધરપકડ કરી છે જ્યારે અયાઝ મનિહાર તેમજ સાહિલ રાજ ભરૂચમાં ન હોઈ તેમની ધરપકડ માટેની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

ProudOfGujarat

નેત્રંગનાં ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કન્યા શાળામાં બાળમેળો યોજાયો

ProudOfGujarat

વલસાડ જિલ્લા આરોગ્‍યતંત્રની પ્રસંશનીય કામગીરીઃ મેડીકલ ટીમ સાથે રહીને બાળકોની સારવાર અપાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!