ઝાડેશ્વર નર્મદા નદીના કિનાર આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગતરોજ મહાશીવરાત્રીએ હજારો ની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે મંદિર પરિષદમાં પણ વિશેષ પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા
પાવન સલીલા માં નર્મદા નદીના તટ ઉપર આવેલ પૌરાણિક શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભગવાન ભોલેનાથના નીલકંઠેશ્વર ભગવાનના દર્શન અર્થે આવતા હોય છે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં પરીકમા વાસીઓ માટે પણ રહેવા અને જમવાની વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે
ત્યારે ગત 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર અહીં હજારોની સંખ્યામાં શિવ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શને ઉમટી પડ્યા હતા ઓમ નમઃ શિવાય ના નાદ થી શિવ મદિર જુજી ઉઠ્યું
અહીં હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો પરંતુ શિવરાત્રી મેળો માં આવેલા દુકાનદારોએ વિવિધ કચરાઓ અહીં જ ઠાલવતા ઝાડેશ્વર હાઈવે પરથી લય નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર કચરો જ કચરો જોવા મરી રહ્યો છે ત્યારે આ માર્ગ ઉપર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ સંસ્કારભારતી વિદ્યાલય તપોવન સંકુલ નર્મદા પાર્ક મહાદેવ મંદિર અને ભરૂચ જિલ્લા તાલીમ ભવન સહિતના અહીં મુખ્ય કેન્દ્ર આવ્યા હોવાથી અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકી પરી રહી છે ત્યારે શું ઝાડેશ્વર ગામ પંચાયત આ કચરા નો સફાયો કરાવશે ખરી શિવરાત્રીના પર્વ પહેલા પણ આ વિસ્તારોમાં દુકાનો ન લાગે અને આ જ દુકાનોને નર્મદા પાર્કના પાર્કિંગ પ્લોટ માં કે પછી તપોવન સંકુલના મેદાનમાં દુકાનોની ફાળવણી કરવામાં આવે તો અહીં ટ્રાફિકની સમસ્યા ન રહે પરંતુ ઝાડેશ્વર ગામ પંચાયત અને વહીવટી તંત્ર ને આ કામગીરી મા કોઈ રસજ નથી તેમ હાલ તો દેખાઈ રહ્યું છે
પરંતુ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે અન્ય રાજ્યોમાંથી પણ ટ્રાવેલ્સના માધ્યમથી અહીં દર્શન અર્થે શિવ ભક્તો આવતા હોય છે આ ઉપરાંત અહીં સ્કૂલ અને ધાર્મિક સ્થળો પણ હોવાથી વહેલી ટકે આ કચરા સાફ કરવામાં આવે તેવી લોક માગણી
