Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કલેક્ટરે પાણીની ટાંકી-પંપ માટે પાલિકાને જમીન ફાળવી : જમીન વકફની હોવાનો દાવો કરાતાં વિવાદ

Share

 

મુસ્લીમ સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

Advertisement

। ભરૂચ ।

ભરૂચ શહેરના બંબાખાના વેજલપુર વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડવા નવી ટાંકી તેમજ પંપરૂમ બાંધવા માટે કલેક્ટરે વોર્ડ નં. પની સીએસ નં. ૧૫૦૯ હેઠળની આશરે ૨૯૭૭ ચોમી જમીન પાલિકાને ફાળવી છે. ત્યારે તે જમીન મુળ ઈદગાહ વકફ ટ્રસ્ટની હોવાની તેમજ તે જમીન રેકર્ડ પર કબસ્તાન હોવાનું દર્શાવાયું હોવાના આક્ષેપ સાથે મુસ્લીમ સમાજે આજે કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું હતું.

ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં રહેતાં લોકોની પાણી સમસ્યા દૂર કરવા માટે ત્યાં નવી પાણીની ટાંકી બનાવવા તેમજ પંપ બનાવવા માટે પાલિકાએ કલેક્ટરમાં દરખાસ્ત કરી હતી. જેના પગલે કલેક્ટરે વોર્ડ નંબર ૫માં આવેલાં સીટી સર્વે નં. ૧૫૦૬ની કુલ ૨૯૭૭ચો.મી. જમીન ભરુચ નગરપાલિકાને ફાળવી દીધી હતી. ઉપરાંત આગોતરો કબજો મેળવવા માટે પાલિકાએ જમીનની કિંમતના ૧૦ ટકા એટલે કે ૩૮.૭૦ લાખ રૂપિયા પણ પાલિકાએ ભરી દીધાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. ત્યારે મુસ્લીમ સમાજ દ્વારા તેઓ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, ઐતિહાસિક રેકોર્ડ મુજબ ૧૮૭૫થી જૂના સર્વે રેકર્ડ અને પ્રોપર્ટી કાર્ડમાં આ જમીન કબસ્તાન તરીકે નોંધાયેલી છે. ૧૯૭૫-૭૬ના રિવીઝન સર્વેમાં નવા સીટી સરવે નં. ૧૫૦૬ તરીકે નોંધાયા બાદ પણ ત્યાં સરકારી ચોપડે કબસ્તાન જ દર્શાવામાં આવે છે. જેથી મહેસુલી કાયદા મુજબ કબસ્તાન કે સ્મશાન માટે નિયત જમીનનું અન્ય કોઈ હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકે નહી. તેમજ તે જમીનનો વહિવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે. અગાઉ પણ ટ્રસ્ટો દ્વારા આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ભરૂચ પંથકમાં ચોમાસાની પધારમણી : ત્રાહિમામ પોકારેલા લોકોમાં ઠંડક થતાં હાશકારો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના ૧૬ નાયબ મામલતદારની આંતરિક બદલીના હુકમ કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓને અપાયેલી છુટ છતાં જરૂરી સમજનાં અભાવે કારીગરો મુંઝવણમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!