Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો

Share

 

વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ અને વી.સી.ટી. હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાયનેકોલોજિસ્ટ અને મેનોપોઝ પ્રેક્ટિશનર ડૉ. ભાવનાબેન જે. શેઠ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મુખ્ય મહેમાને પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ પ્રવાહની વિદ્યાર્થીનીઓને આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી ક્ષેત્રોની વિસ્તૃત માહિતી આપી. એમબીબીએસથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, CA થી સાઇબર સિક્યુરિટી તેમજ GPSC, UPSC, હોસ્પિટાલિટી અને માસ મલ્ટી મીડિયા જેવા નવા અને ઉન્નત ક્ષેત્રોમાં ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે બનાવવું તેની માર્ગદર્શિકા આપી. સાથે જ બોર્ડ પરીક્ષાની તૈયારી દરમિયાન સારા સ્વાસ્થ્ય, યોગ્ય આયોજન અને સતત મહેનત દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ માઇમ એક્ટ, લઘુ નાટક તેમજ વિવિધ સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાના શાળાજીવનની સંવેદનાત્મક સ્મૃતિઓ વહેંચી હતી. વર્ષ 2025-26 ના ખેલ મહાકુંભમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધારનાર તેમજ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને મુખ્ય મહેમાન તથા વી.સી.ટી. કેમ્પસના સીઈઓ કાજી નુસરતજહાંબેન અને વી.સી.ટી સંકુલની વિવિધ શાળાના આચાર્યોના હસ્તે પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

અંતમાં શાળાના આચાર્ય રફીયાબેન મિર્ઝાએ મુખ્ય મહેમાન ડૉ. ભાવનાબેન જે. શેઠનો વિદ્યાર્થીનીઓ માટે કિંમતી સમય ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો અને ધોરણ 10 તથા 12 ની તમામ વિદ્યાર્થીનીઓને બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 11 સાયન્સ પ્રવાહની વિદ્યાર્થીનીઓ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.


Share

Related posts

અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ  વહેલી સવાર થી પવનો સાથે વરસાદી ઝાપટા વિવિધ વિસ્તારમાં…

ProudOfGujarat

हाईजैक के नए गीत “कृपया ध्यान दें” पर ज़रा गोरफरमाइये!

ProudOfGujarat

નવસારી ગણદેવી રોડ ઉપર ભેંસ વચ્ચે આવી જતા બાઇક સવાર યુવાન ની મોત,એક યુવાન ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!