Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષાને લઈને સજજઃ હેલ્પલાઈન જાહેર કરી

Share

ભરૂચ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૮ કેન્દ્રો ખાતે ૪૯૪ બ્લોકમાં કુલ ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

। ભરૂચ !

Advertisement

ભરૂચ જિલ્લામાં યોજાનારી બોર્ડની પરીક્ષામાં કુલ ૩૬,૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ત્યારે પરીક્ષા પહેલાની તમામ તૈયારીઓને લઈને ભરૂચ જિલ્લાનું શિક્ષણ વિભાગ રાજજ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ સરળતાથી તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ખાસ દરેક કેન્દ્ર ક્યુઆર કોડ તૈયાર કરાયાં છે. જેને સ્કેન કરતા જે તે કેન્દ્રની તમામ વિગતો મળી શકે. તે સહિત વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરવા તેમજ મદદરસ્થ થવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે.

બોર્ડની પરીક્ષાને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વાર આત્મવિશ્વાસ હેલ્પલાઈન અંતર્ગત ૪૦ જેટલાં તજનો જોડાયા છે. જેમાંથી ૧૮ તજજ્ઞોના વિદ્યાર્થીઓને હેલ્પ કરવા માટે તૈનાત રહેશે. આગામી ૨૫મી ફેબ્રુઆરીથી ૧૮મી માર્ચ સુધી સવારે ૭ વાગ્યેથી સાંજના ૮ વાગ્યા સુધી કન્ટ્રોલ રુમ પર ૦૨૬૪૨ ૨૪૦૪૨૪ કાર્યરત રહેશે. પરીક્ષાર્થી ટ્રાફિક કે ભીડમાં અટવાઈ જાય તો પોલીસની મદદ માટે ૧૧૨ નંબર સર્પર્ક કરી શકશે. ઉપરાંત રીવા એસોસિએશનની સમજૂતી થયા મુજબ તેઓ પણ કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં તકલીફ જણાય તો તેમના દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં મદદરૂપ બનશે. ઉપરાંત તમામ સ્થળ સંચાલકોની પરીક્ષા સંબંધી માર્ગદર્શન મિટિંગ કરવામાં આવી છે. તેમજ સ્થળ સંચાલકોને ખોટા ઈ-મેઈલ કે ધમકીભર્યા સંદેશા પરીક્ષા કેન્દ્રોને મળે તો કેવી કાર્યવાહી કરવી, કેવી કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Share

Related posts

સુરત : વેઇટલિફ્ટિંગમાં નેશનલ કક્ષાએ આયુષી ગજ્જર અને નિલેશ યાદવ ગુજરાતનો ડંકો વગાડશે

ProudOfGujarat

અંકલેશ્વરના ને.હા ૪૮ પરથી ટ્રકમાં ચોરખાનુ બનાવી દારૂ ભરી લઈ જતા બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે પાલેજ નજીકથી લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!