Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ડમ્પરે રિવર્સ લેતી વેળાં શખ્સને ટક્કર મારી તેના પર માટી નાંખી દેતાં યુવાનનું મોત

Share

દહેજ નજીક આવેલાં જાગેશ્વર ગામની ઘટના

ભરૂચ

Advertisement

જાગેશ્વર ગામે ભુતમામાના મંદિર પાછળ માટી પુરાણ કરતા ડમ્પર ચાલકે રિવર્સ લેતી વેળાં શખ્સને ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ તેના પર માટી ઠાલવી દીધી હતી. યુવાન પરે પરત નહીં આવતાં લોકોએ શોધખોળ કરી હતી. જોકે, બાદમાં માટી નીચે દબાયેલી લાશનો પગ દેખાતાં સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો.

દહેજ નજીક આવેલાં જાગેશ્વર ગામના સરપંચ નગીન કાશીભાઈ રાઠોડ તેમના થરે હતાં તેને વેળાં તેમના મોટાભાઈ કાંતીભાઈની પત્નીએ આવીને જણાવ્યું હતુ કે, કાંતીભાઈ હજી પરે આવ્યા નથી. તેમની શોધખોળ કરવા છતાં તેઓક્યાંય મળ્યાં નથી. બે દિવસથી પરિવારજનો તેમજ ગામજનો કાંતીભાઈના સગડ મેળવવાની કવાયતમાં હતાં. તે વેળાં તેમને જાણ થઈ હતી કે, ભુતમામાના મંદિરની પાછળ માટીના ઢગલામાં દટાયેલી હાલતમાં એક માનગ પગ દેખાઈ રહ્યો છે. જેથી તેઓ ત્યાં પહોંચતાં માટીનો ઢગલો સાફ કરતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. મૃતદેહ તેમના મોટાભાઈ કાંતીનો જ હતો. મૃતકના શરીર પર નાની-મોટી ઈજાઓ થયેલી જણાતી હતી. જયારે મોઢા પરથી કોઈ વાહન પસાર થઈ ગયાનું લાગી રહ્યું હતું. પરિવારજનોએ મામલામાં તપાસ કરતાં રાજુ ખેર ડમ્પરથી ત્યાં માટી ખાલી કરવાનું કામ કરે છે. તેમજ ગત ૧૯મીએ એટલે કે કાંતીભાઈના ગુમથવાના દિવસે જ તે ત્યાં માટી ખાલી કરવા ગયો હતો. લોકોએ રાજુ ખેરની તપાસ કરતાં તે મળ્યો ન હતો. જેના પગલે રાજૂ ખેરે જ બેફિકરાઈથી રિવર્સ લેવા જતાં કાંતીભાઈને અકસ્માત કરી ત્યાં જ પાડી દઈ તેમના પર વાહન ફેરવી દેતાં તેમનું મોત થયાંનું તેમજ તેમણે ભેદરકારથી મૃતક પર જ માટી ઠાલવી દીધી હોવાની શંકાએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસરનાં ખેરનાં લાકડા ભરેલ ટ્રક સાથે એક ઇસમને ભરૂચ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરા જીલ્લાના ભગાનામુવાડા ગામે ચડ્ડિબનિયનધારી ટોળકી ત્રાટકી.

ProudOfGujarat

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!