Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના બાકરોલ ગામ પાસે કચરાના ઢગલામાં આગ : લાશ્કરોએ દોડી આવી કાબૂ મેળવ્યો

Share

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી

અંકલેશ્વરના પાનોલી નજીક આવેલા બાકરોલ ગામના રામનગર વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં જ ઘનધોર ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા,જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવાની માહિતી પ્રાપ્ત નથી.આ બનાવની જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકા ના શામળદેવી ગામમાં જાગૃત યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન નૉવેલ કોરોના વાયરસ ને ગંભીરતા દાખવી ગામના બંન્ને મેઈન પ્રવેશ દ્વાર પર બેનર મારી બહાર ગામના લોકોએ આવવુ નહી!”

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!