Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ચૌટા નાકા પાસે બુલેટ બાઈક ચોરી : બે અજાણ્યા ઇસમ સીસીટીવીમાં કેદ, એ ડિવિઝન પોલીસની તપાસ શરૂ

Share

અંકલેશ્વર:
શહેરના ચૌટા નાકા વિસ્તાર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસેથી બુલેટ બાઈક ચોરી જવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઈક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી, ત્યારે બે અજાણ્યા ઇસમોએ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, શંકાસ્પદ બંને ઇસમો બાઈક પાસે આવી પહેલાં તેની સાથે છેડછાડ કરતા નજરે પડે છે અને થોડા જ સમયમાં બાઈક સ્ટાર્ટ કરી સ્થળ પરથી લઇ જતા રહે છે. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં બંને વ્યક્તિઓના હાવભાવ અને હરકતો નજરે પડતા પોલીસને તપાસમાં મદદ મળી રહી છે.
બનાવ અંગે જીતેશ વસાવાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપી છે.

Share

Related posts

માંગરોળ નાની ફળી ગામના શિક્ષક વસંત ચૌધરીએ સાહિત્ય ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા અને Mission LiFEના પ્રચાર-પ્રસાર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ProudOfGujarat

જંબુસરના વેડચ ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત મા એકનું મોત,માટી ખંનન કરતી ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!