Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયતની બોડીની અંતિમ સામાન્ય સભામાં ૧૩૨૨.૮૨ કરોડનું બજેટ મંજૂર

Share

ગત વર્ષના ૧૧૨૨.૭૧ કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે બજેટની રકમમાં ૧૮ ટકાનો વધારો

1 ભરૂચ !

Advertisement

ભરૂચ જિલ્લા પંચાયતના સભા ખંડમાં મંગળવારે હાલની બોડીની અંતિમ સામાન્ય સભા મળી હતી. જેમાં રાજ્યના અનુદાન સહિત કુલ ૧૩૨૨.૮૨ કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી મળી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે મંગળવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ડીડીઓ યોગેશ કાવસે તેમજ ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ અન્ય સભ્યો હાજર રહ્યાં હતાં. સામાન્ય સભાના એજન્ડાઓમાં ગત સભામાં લેવાયેલાં કામોને બહાલી અપાઈ હતી. તેમજ અલગ અલગ સમિતિઓની બેઠકમાં લેવાયેલાં નિર્ણયોને પણ બહાલ કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે ભરૂચ જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ પણ રજૂ કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડિયાએ જણાવ્યું હતું કે. ગત વર્ષના ૧૧૨૨.૭૧ કરોડના બજેટની સામે આ વર્ષે ૧૮ ટકા વધારા સાથે રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સાથેનું ૧૩૨૨.૮૨ કરોડનું બજેટનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે સ્વભંડોળમાં ૮૭.૪૫ કરોડની સામે આ વખતે બજેટમાં ૪૦ ટકાની જોગવાઈ સાથે કુલ રુપિયા ૧૨૭.૪૮ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. જેને સર્વાનુમતે બહાલી મળી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા પંચાયત સભ્યો પોતાના મતવિસ્તારમાં પ્રાથમિકતાના વિકાસ કાર્યો માટે કુલ ૧૭.૮૦ કરોડનો ખર્ચ કરી શકશે. જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો છે ત્યાં ૫૨.૭૪ કરોડના ખર્ચ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઉભા કરી ત્યાં રોજગારી અને આવક બન્નેના વધારા માટે પ્રયાસ કરાશે. પ્રાથમિક શાળાઓમાં ૪.૧૦ કરોડના ખર્ચે જરૂરી સુવિધાઓ, મોડેલ સ્કૂલ તેમજ ગુણવત્તાસભર શિક્ષણ બનાવવા પ્રયાસ કરાશે. કુપોષણ મુક્ત ભરૂચ માટેના પ્રયાસ માટે આઈસીડીએસને ૧ કરોડ ફળવાશે.

દરેક તાલુકામાં એક ડ્રોન દીદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને ધ્યાનમાં રાખી ખેતીવાડી ક્ષેત્રે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરેક તાલુકામાં ૧-૧ ડ્રોનની ફાળવણી કરવામાં આવશે. તેમજ તેના માટે ડ્રોન દીઠીઓને ખાસ પ્રકારની તાલીમ આપી પાઈલોટ તૈયાર કરવામાં આવશે. જેથી તેઓ સામ્ય વિસ્તારમાં ડ્રોનની મદદથી દાવના છંટકાવ કરવા. કોર્પ સર્વે કરવા ઉપયોગી બનશે. ઉપરાંત પારંપરિક ખેતી કરતાં ખેડૂતો માટે સવલતો ઊભી કરાશે.


Share

Related posts

નડિયાદની કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં

ProudOfGujarat

શેર માર્કેટ / ગ્લોબલ માર્કેટમાં મિશ્ર સંકેતો સાથે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 150 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!