Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કામગીરી: ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ઠગાઈમાં ₹1.09 કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

Share

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે ₹1,09,85,570ની છેતરપિંડી કરનાર ગેંગ વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, અજાણી વ્યક્તિ દ્વારા “Threads” અને “Telegram” પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી “Lotteebay” નામની ઓનલાઈન સ્ટોર લિંક મોકલી વધુ નફાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને આધારકાર્ડ અને જીમેલ આઈડી આધારે એકાઉન્ટ ખોલાવી વિવિધ વસ્તુઓના ઓનલાઈન વેચાણમાં રોકાણ કરાવાયું હતું. આરોપીઓએ અલગ-અલગ 2 UPI ID અને 10 બેંક એકાઉન્ટમાં કુલ ₹1,10,25,500 જમા કરાવ્યા હતા. શરૂઆતમાં ₹39,930 પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ ₹1,09,85,570ની છેતરપિંડી કરવામાં આવી હતી.
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અગાઉ ચાર આરોપીઓને ઝડપી રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન નાણાંકીય લેવડદેવડ અને બેંક એકાઉન્ટના ટેકનિકલ વિશ્લેષણના આધારે સુરત નિવાસી ઉત્સવભાઈ ચંદુભાઈ ભેસાણીયા ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પર કરંટ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડની વ્યવસ્થા કરી નાણાં ટ્રાન્ઝેક્શન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય રોલ હોવાનો આરોપ છે. તેના એકાઉન્ટ મારફતે જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન ₹2.40 કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પકડાયેલ આરોપી સામે અગાઉ પણ ગીર સોમનાથ, ચલાલા, પોરબંદર તેમજ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સાયબર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

વડોદરામાં ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડેપગે.

ProudOfGujarat

નડિયાદ : ખેડા જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!