Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગ દૂધ મંડળીમાં અનિયમિતતા અંગે આક્ષેપ, ચૂંટણીની માંગ સાથે કલેકટરને આવેદન

Share

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ દૂધના યોગ્ય ભાવ ન મળતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયસંગત ચૂંટણી યોજવાની માંગ કરી છે.

Advertisement

આવેદનમાં જણાવ્યા મુજબ હાલ મંડળીનો વહીવટ કસ્ટોડિયન કમિટીની દેખરેખ હેઠળ ચાલી રહ્યો છે. સભાસદોના આક્ષેપ છે કે કમિટી દ્વારા દૂધનો યોગ્ય અને વાજબી ભાવ આપવામાં આવતો નથી, જેના કારણે દૂધ ઉત્પાદકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

વધુમાં, રાજકીય કિન્નાખોરી રાખીને દૂધ સેન્ટરો તેમજ વાહન વ્યવહાર સેવા કોઈપણ પૂર્વ નોટિસ વિના બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે દૂધ એકત્રિકરણ અને વિતરણ પ્રણાલીમાં અવરોધ ઊભો થયો છે.

મંડળીની ચૂંટણી મુદત 23 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નવી ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. સભાસદોએ પારદર્શક અને સુવ્યવસ્થિત વહીવટ માટે તાત્કાલિક ચૂંટણી યોજી નવી વ્યવસ્થાપક સમિતિ રચવાની માંગ ઉઠાવી છે.

સભાસદોએ જણાવ્યું કે મંડળીના હિત અને દૂધ ઉત્પાદકોના ન્યાય માટે જિલ્લા પ્રશાસન યોગ્ય પગલાં ભરે તેવી તેઓ આશા રાખે છે.


Share

Related posts

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુલક્ષીને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાણાની ઉપસ્થિતીમાં સભા યોજાઈ.

ProudOfGujarat

પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શૌર્યયાત્રાનું ભવ્ય આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!