Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: સનફાર્મા કંપનીમાં ભાડે મૂકવાના બહાને કાર લઈ ઠગાઈ, માલિકે નોંધાવી ફરિયાદ : આરોપી ઝબ્બે

Share

અંકલેશ્વરના વૈશાલી સોસાયટી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ બાબુભાઈ લિંબાચીયાએ તેમની કાર ભાડે મુકવાના બહાને થયેલી ઠગાઈ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વિપુલભાઈ (ઉ.વ. 53), વ્યવસાયે વાહન ભાડે આપવાનું કામ કરે છે અને પરિવાર સાથે અંકલેશ્વરમાં રહે છે. તેમની માલિકીની મારુતિ સુઝુકી કંપનીની અર્ટીગા કાર નંબર GJ-16-AW-6312 વર્ષ 2023માં ICICI બેંકમાંથી લોન લઈને ખરીદ કરેલી હતી, જેના રૂ. 17,475 ના માસિક હપ્તા ભરવાના છે.
અગાઉ તેમની બોલેરો પિકઅપ ગાડી ડ્રાઇવર નિતીન ઉર્ફે બંટી પાટીલ (રહે. કોસમડી, અંકલેશ્વર) ચલાવતો હતો. જૂન-2025 દરમિયાન નિતીન દ્વારા વિપુલભાઈની ઓળખાણ ઓમકારસિંહ ધર્મેન્દ્રસિંહ ધારીયા સાથે કરાવવામાં આવી હતી. ભરૂચના ગોલ્ડન સ્ક્વેર ખાતે થયેલી મુલાકાત દરમિયાન ઓમકારસિંહે જણાવ્યું હતું કે તે વિવિધ કંપનીઓમાં સુપરવાઇઝર અને અધિકારીઓને લેવા-મુકવા માટે કાર ભાડે આપે છે અને તેની પાસે અલગ-અલગ કંપનીઓના કોન્ટ્રાક્ટ છે.
તેણે વડોદરા સ્થિત સનફાર્મા કંપનીમાં કાર ભાડે મુકવાની ઓફર આપી માસિક રૂ. 48,000 ભાડું આપવાનું વચન આપ્યું હતું. ડ્રાઇવર, ફ્યુઅલ અને મેન્ટેનન્સ ખર્ચ કંપની ઉઠાવશે તથા ઇન્શ્યોરન્સ અને ટાયર બદલાવાનો ખર્ચ કાર માલિકે કરવો રહેશે તેવી શરતો રાખવામાં આવી હતી.
તા. 15/07/2025ના રોજ ઓમકારસિંહ વિપુલભાઈના ઘરે આવી કાર સનફાર્મા કંપનીમાં મુકવાની વાત પક્કી હોવાનું જણાવી કારની ચાવી, મૂળ RC બુક તથા અન્ય દસ્તાવેજ લઈ ગયો હતો. બાદમાં અંકલેશ્વર મામલતદાર કચેરી પાસે મહેશ આર. ભગતની ઓફિસમાં એક વર્ષનો નોટરી કરાર (રજી. નં. 147342025, તા. 15/07/2025) કરવામાં આવ્યો હતો, જેમાં કાર વેચાણ કે ગીરો ન રાખવાની શરત સામેલ હતી.
ફરિયાદ મુજબ, ઓગસ્ટ મહિનાનું રૂ. 13,000 ભાડું 13/09/2025ના રોજ ગુગલ પે મારફતે બેંક ઓફ બરોડાના ખાતામાં જમા કરાયું હતું, જે નક્કી કરેલા ભાડા કરતાં ઓછું હતું. બાકીના રૂપિયા ટૂંક સમયમાં આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર સહિતના મહીનાઓનું ભાડું ચુકવવામાં આવ્યું નથી. વારંવાર સંપર્ક છતાં આરોપી ખોટા બહાના બનાવી ટાળતો રહ્યો હતો.
વિપુલભાઈએ કાર પરત માંગતા આરોપીએ “થોડા દિવસમાં પરત મોકલી આપું” કહી સમય કાઢ્યો હતો, પરંતુ આજદિન સુધી કાર તથા મૂળ દસ્તાવેજ પરત આપ્યા નથી. ફરિયાદીનો આરોપ છે કે કાર સાથે કોઈ સગેવગે કરવામાં આવી હોય તેવી શક્યતા છે.
આ મામલે વિપુલભાઈએ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો.

Share

Related posts

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 : ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડે 2 માં સિક્વિન્ડ ફ્રિલ ઓરેન્જ ગાઉનમાં ચમકી

ProudOfGujarat

કોસંબા વિસ્તારમાં નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી કેટનરી કોપર કેબલ” ની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન ખાતે બેઠક તેમજ છાંયડા માટે શેડ નો અભાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!