Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ મેડિકલ કોલેજ ખાતે વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ અને ‘દીકરીઓ માટે પ્રતિકાત્મક કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ

Share

ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

 

Advertisement

ભરૂચ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી આશરે ૧૪ વર્ષની અંદાજિત ૧૩૪૫૫ કિશોરીઓને આ રસી આપવામાં આવશે

 

ભરૂચ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવ્યું હતુંp.. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ આ અભિયાન અમલમાં મુકવામાં આવશે. આ અભિયાનનો હેતુ સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી ખતમ કરવાનો છે.

સર્વાઇકલ કેન્સર ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાંથી એક ગંભીર અને સામાન્ય પ્રકારનો કેન્સર છે, જે HPV વાયરસના સંક્રમણથી થાય છે. HPV રસી લેવાથી આ કેન્સર સામે અસરકારક રક્ષણ મળે છે. સર્વાઇકલ કેન્સરના ૯૦ ટકા કેસ HPV વાયરસના સંક્રમણથી થાય છે.

ભરૂચ જિલ્લામાં HPV રસીકરણ કાલે તારીખ ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ થી અગાઉના ત્રણ માસ દરમિયાન કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં અંદાજીત કુલ ૧૩૪૫૫ જેટલી તમામ ૧૪ (જેમણે ૧૪મો જન્મદિવસ ઉજવ્યો હોય પરંતુ ૧૫મો નહીં તેવો ૦૧ વર્ષ નો cohort) વર્ષની દીકરીઓને આવરી લેવાનુ આયોજન કરાયું છે. HPV સ્ત્રીકરણ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ સાથે સંકલનમાં રહી કામગિરી કરવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લામાં ડીસ્ટ્રીકટ હોસ્પિટલ /સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે HPV રસીકરણ કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શાળા એ ન જતી કિશોરીઓનું જે તે કોલ્ડ ચેઈન પોઇન્ટ ખાતે રસીકરણ કરવામાં આવનાર છે.

                   વધુમાં,  સ્વાસ્થ્ય વિભાગના માર્ગદર્શન મુજબ પ્રથમ તબક્કામાં  ધોરણ ૯માં અભ્યાસ કરતી આશરે ૧૪ વર્ષની કિશોરીઓને આ રસી આપવામાં આવશે. શાળાઓ તેમજ આરોગ્ય કેન્દ્રો દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે જેથી તમામ લાભાર્થી કિશોરીઓ સુધી સમયસર રસી પહોંચે. દર વર્ષે દેશમાં સર્વાઇકલ કેન્સરના આશરે ૧.૨૫ લાખ નવા કેસ નોંધાય છે અને લગભગ ૭૫,૦૦૦ મહિલાઓનું મૃત્યુ થાય છે. તજજ્ઞોના મતે નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર HPV રસીકરણ દ્વારા આ ગંભીર રોગને મોટા પ્રમાણમાં અટકાવી શકાય છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મુનિરા શુક્લા તરફથી મળેલી એક યાદીમાં જણાવ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ મેરેડિયન કેમ કંપની માં કેમીકલ ટેન્ક માં પડી જતા એક કામદાર નું ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું .

ProudOfGujarat

રાજપીપલા : દેડીયાપાડા તાલુકાના સોલીયા ગામે આર.સી.સી. રસ્તાઓ સારી ગુણવત્તાવાળા ન બનાવવાના મામલે બબાલ, ઝપાઝપીનાં બનાવમા ચાર ઈસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવા હરિપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!