Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેશનલ હાઇવે 48 પર ઓઈલ ઢોળાતા અકસ્માતોની શ્રેણી, સહયોગ હોટેલ પાસે અનેક બાઈક સવારો પટકાયા

Share

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર સહયોગ હોટેલ નજીક રોડ પર ઓઈલ ઢોળાતા અનેક બાઈક સવારો પટકાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, કિમથી અંકલેશ્વર માંડવા તરફ જઈ રહેલી હાઈવા ટ્રકનું હાઈડ્રોલિક પંપ અચાનક તૂટી જતા અંદાજે 30થી 35 લિટર જેટલું ઓઈલ રોડ પર લીક થયું હતું. ઓઈલ ઢોળાતા લગભગ 200 મીટર સુધીનો માર્ગ અત્યંત ચીકણો બની ગયો હતો. રસ્તો ચીકણો બનતા પસાર થતાં બાઈક સવારો અચાનક સંતુલન ગુમાવી પટકાયા હતા. કેટલાક બાઈક સવારોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતોની શ્રેણી સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી રોડ પર ઢોળાયેલ ઓઈલ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે સાથે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળે છે, તેમ છતાં ઘટનાના પગલે થોડો સમય સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો હતો. પોલીસે પણ ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગુનાખોરીને ડામવા દિવાળીના તહેવારો પહેલા પોલીસનું સતત બીજી વખત નાઈટ કોમ્બિંગ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે એસ.બી.આઇ. બેન્કમાંથી ચાર કોરોના પોઝિટિવ મળી આવ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!