Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટોપ એફ.એમ. દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ,ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ઉત્તરાયણ પર્વ દાનનું પર્વ મનાય છે, રેડિયો ફ્રિક્વન્સીના માધ્યમથી ભરૂચ જિલ્લાના પ્રજાજનોના હૃદયના તાર ઝંકૃત કરનાર ટોપ FM ની ટીમ દ્વારા આજરોજ ભરૂચ શહેરના ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટી તેમજ કસક સહિતના આસપાસના વિસ્તારમાં ફૂટફાટ પર વસવાટ કરતા ઘર વિહોણા લોકો વચ્ચે પહોંચી હતી અને ઠંડીમાં રક્ષણ માટેના વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ તેઓને ભોજન પણ પીરસ્યું હતું. ટોપ FM ના રેડિયો આર.જે. મિન્હાજે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ ન કેવલ દાનનું પર્વ છે પરંતુ લોકોને એકમેક સાથે સ્નેહ ભાઈચારાની ડોર અકબંધ રાખે છે ત્યારે આ હર્ષોલ્લાશના પર્વે ટોપ FM ની ટીમે આ નાનકડો પ્રયાસ કરી પર્વના મહાત્મ્યને ઝંકૃત કર્યું છે.

Advertisement

Share

Related posts

કરજણ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં ખેડૂતને ૨ ગુણ ખાતર આપી ફોનમાં ૮ ગુણનો મેસેજ મળતા મામલતદારને રજૂઆત કરી.

ProudOfGujarat

અમદાવાદ : ઓનલાઇન મિત્રતા કેળવી યુવતીએ બિલ્ડર પાસે વેપારના નામે 62 લાખ પડાવ્યા, 5 પૈકી એકની ધરપકડ, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!