Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વહીવટમાં ટેકનોલોજીનો સમન્વય: ભરૂચના ૯ તાલુકાઓમાં જનસેવા કેન્દ્રોનું અપગ્રેડેશન

Share

ભરૂચ જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં કુલ રૂા.૧૮૧ ખર્ચે આધુનિકીકરણ સાથે જનસેવા કેન્દ્રોનો થયો કાયાકલ્પ…

 

Advertisement

ભરૂચ

 

ગુજરાત રાજ્ય હંમેશા ‘ગવર્નન્સ’અને ‘ટેકનોલોજી’ના સમન્વય દ્વારા સુશાસન સ્થાપવામાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ જ પરંપરાને આગળ ધપાવતા, સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને “સરકાર તમારા દ્વારે” એ માત્ર સૂત્ર નહીં પણ વાસ્તવિકતા બને તેવા મક્કમ નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષાએ ‘સેવા સેતુ ૨.૦ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં ટેકનોલોજીના આધુનિકીકરણને પ્રાધાન્ય આપી, નાગરિકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને લોકોને ટૂંકા સમયમાં ઝડપી સેવાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મહેસૂલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોને ‘હાઈ-ટેક’ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. તમામ ૯ તાલુકાના જનસેવા કેન્દ્ર માટે કુલ રૂા.૧૮૧ લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે.

આ આધુનિકીકરણને પરિણામે હવે સામાન્ય જનતાને એક જ સ્થળેથી ડિજિટલ માધ્યમ દ્વારા તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અત્યંત સરળતાથી પ્રાપ્ત થશે. વહીવટી તંત્રનો આ નવતર અભિગમ ભરૂચ જિલ્લામાં સુશાસન અને ડિઝિટલ ગવર્નન્સના નવા આયામો પ્રસ્થાપિત કરશે, જે નાગરિકોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો કરનાર સાબિત થયો છે.

પ્રથમ તબકકામાં ભરૂચ ( ગ્રામ્ય ) વાગરા અને જંબુસર ખાતે અદ્યતન કેન્દ્રોનું લોકાર્પણ જનપ્રતિનિધીઓની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા તબક્કામાં કલેક્ટર કચેરી, ઝઘડિયા, હાંસોટ અને આમોદ ખાતે પણ ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓ કાર્યરત થશે. આ નવનિર્મિત કેન્દ્રોમાં હવે એક જ છત નીચે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધાર કાર્ડ અને ઈ-ધરા જેવી પાયાની સેવાઓ અત્યંત સરળતાથી ઉપલબ્ધ બની છે.

વહીવટી તંત્ર દ્વારા માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ માનવીય અભિગમ અને પર્યાવરણ જતનને ધ્યાને રાખીને પણ અનેક નવીન પહેલ કરવામાં આવી છે. ભરૂચ અને જંબુસર ખાતે મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્ક’નો શુભારંભ કરાયો છે, જેનાથી અરજદારોને તેમના વ્યક્તિગત માપદંડો મુજબ કઈ યોજનાનો લાભ મળી શકે અને કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની સચોટ માહિતી એક જ સ્થળેથી મળી રહેશે. આ વ્યવસ્થાને કારણે હવે સામાન્ય નાગરિકોને “મારા માટે કઈ યોજના છે?” તે જાણવા માટે ક્યાંય ભટકવું નહીં પડે.

વિશેષરૂપે, જંબુસર તાલુકાના જનસેવા કેન્દ્રમાં માતૃત્વનું સન્માન કરતા બાળકો માટે ઘોડિયા ઘરની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેવી જ રીતે, વાગરા ખાતે સુશાસન દિવસ નિમિત્તે નિર્માણ પામેલા અદ્યતન કેફે જનસેવા, ઈ-ધરા કેન્દ્ર, મિટિંગ હોલ અને ‘જનસેવા વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વિવિધ સંસ્થાઓના સહયોગથી તૈયાર થયેલું ‘કેફે જનસેવા’ નાગરિકોને સરકારી કચેરીમાં સુવિધાયુક્ત અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. આમ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આ સંવેદનશીલ અને આધુનિક કાર્યપદ્ધતિ છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનું સબળ માધ્યમ બની છે.

આમ, ટેકનોલોજીના માધ્યમથી વહીવટમાં પારદર્શિતા અને માનવીય અભિગમ સાથે સેવાની સુવાસ પ્રસરાવીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ સુશાસન’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની આ મક્કમ મથામણ આગામી સમયમાં સમગ્ર ભરૂચ જિલ્લો એક પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે.


Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગની ઘટનાઓ શું ષડયંત્રનો એક ભાગ છે…?

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત : ભરતીનાં વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીનો ઓર્ડર ન મળતા આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત અર્થે એકત્ર થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!