Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

AIDS Academy અંકલેશ્વર, ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “ASMITA” લીગ યોજાઈ

Share

 

૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓમાં યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

Advertisement

 

ભરૂચ.

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત (MY Bharat) વિભાગ, રાષ્ટીય ખેલ પ્રાધિકરણ તથા જિલ્લા પ્રશાસન, ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતરરાષ્ટીય મહિલા દિવસ નિમિત્તે “AIDS Academy, અંકલેશ્વર, ખાતે “ASMITA” (Achieving Sports Milestone by Inspiring Women Through Action) લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં યુવતીઓ અને મહિલાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં; અંડર ૧૩ વર્ષ, ૧૩ થી ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી વધુ વય; એમ 3 જુથમાં ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ અવસરે MY Bharat ના ડેપ્યુટી ડિરેક્ટર પંકજ યાદવએ જણાવ્યું કે આવા કાર્યક્રમોનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં શારીરિક પ્રવૃત્તિ વધારવું અને સમાજને રમતગમતને દૈનિક જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા ઉપક્રમો મહિલાઓને સશક્ત બનાવવામાં અને યુવતીઓને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, “અસ્મિતા લીગ” નો મુખ્ય હેતુ યુવતીઓ અને મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો તેમજ સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે યોજાનારી આ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને સમાજમાં સમાનતા, આત્મનિર્ભરતા અને નેતૃત્વ માટે પ્રેરણા મળશે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, રમત વિકાસ અધિકારી, રમત ગમત વિભાગના વિવિધ કોચ અને મહિલા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટ્રક અથડાતા લાખોનું નુકસાન

ProudOfGujarat

દહેજમાં પીસીપીઆઈઆર ઝોનમાં આદિવાસીની જમીનમાં ગેરકાયદે ખોદકામ

ProudOfGujarat

ભારત બંધનાં એલાનને સમર્થન આપતા રાષ્ટ્રીય વિકાસ સંધનાં રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદસિંહ રણા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!