Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ દરિયા કિનારે લો ટાઈડમાં ફસાઈ ગયેલી બે ડોલ્ફિનનું સફળ રેસ્ક્યૂ

Share

 

દહેજના દરિયા કિનારે નાની ક્રિકમાં લો ટાઈડના કારણે બે ડોલ્ફિન ફસાઈ જવાની ઘટના બની હતી. સવારે આશરે ૧૧ વાગ્યાના સમયે દરિયાનું પાણી ઉતરી જતાં બંને ડોલ્ફિન પરત દરિયામાં જઈ શકતી નહોતી.

Advertisement

દહેજ જેટ્ટી નજીક કામગીરી કરતી મોટર લોન્ચ “અલ હૈદરી”ના કામદારોના ધ્યાનમાં આ ઘટના આવતાં તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે મહેનત કરીને કર્મચારીઓએ બંને ડોલ્ફિનને દોરી વડે બાંધી સલામત રીતે દરિયાના ઊંડા પાણીમાં મૂકીને મુક્ત કરી હતી.

મોટર લોન્ચ “અલ હૈદરી” દહેજના દરિયા કાંઠે બિરલા કોપર જેટ્ટી નજીક કામગીરી કરી રહી હતી. બંને ડોલ્ફિન ફરીથી દરિયામાં સલામત રીતે જતી રહેતાં દરિયા કાંઠે કામ કરતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

રેસ્ક્યૂ કામગીરી દરમિયાન રોઝા હોવા છતાં બોટના કર્મચારી શબ્બીરભાઈ સોઢાએ ભારે મુશ્કેલી વચ્ચે દરિયા કિનારાના કાદવમાં પહોંચી પ્રશંસનીય કામગીરી કરી હતી. તેમની આ હિંમતભરી કામગીરીને સૌએ બિરદાવી હતી.

દહેજ વિસ્તારમાં દરિયા કાંઠાના પર્યાવરણ અને દરિયાઈ જીવોના સંરક્ષણ માટે અહીં કાર્યરત લોકો તથા બોટના કર્મચારીઓ હંમેશા સજાગ રહે છે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક નિસ્વાર્થ સેવા આપી માનવતા તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવે છે.


Share

Related posts

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ રેન્જ સુરત વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે પક્ષી સપ્તાહની ઊજવણી.

ProudOfGujarat

રાજપીપલા કાછીયાવાડની મહિલાની અનોખી ગણેશ ભક્તિ : 81વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મન્દિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય

ProudOfGujarat

અંકલેશ્વર : મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ સ્વિપ અંર્તગત EVM મશીનની કાર્યશૈલિનું નિદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!