Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિવિધ ક્ષેત્રોમાં સવોર્ચ્ચ કામગીરી બદલ મહિલાઓના સન્માન સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

Share

ભરૂચ –

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુ.શ્રી. આરતીબેન પટેલ અને નેહા બ્યાડવાલ (IAS)ની ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું મીલેટ્સ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે , નેહા બ્યાડવાલે (IAS) જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજ ઉત્થાન માટે પ્રેરક કામગીરી કરવા તથા તેમની ક્ષમતાઓને પ્રેરિત કરવાનો છે. આજના સમયમાં આપણું રાષ્ટ્ર ઉતરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે નારીશક્તિ પણ ખૂબ પ્રગતિ કરી રહી છે. રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપતા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક, દ્રઢ મનોબળ સાથે આગળ ધપી રહી છે.
આ તકે, નારી શક્તિના સન્માન સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ જેટલી દીકરીઓને વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ અપાયા હતા. ૫ મહિલાઓને વિધવા સહાય અને ૨ મહિલાઓને પુનઃ લગ્ન મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.
જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારીનું પણ સન્માન કરાયું હતું. વસાવા રશીલાબેન સુનીલભાઈ, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયતમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે, પટેલ વૈશાલીબેન મેહુલકુમાર (ભરૂચ) આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે રાઈફલ શૂટિંગ, વેઈટ લિફ્ટિંગ અને સાયકલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને પણ બિરદાવવામાં આવી હતી. અને જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક સુરક્ષાના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ગોધરા : સાવન કૃપાલુ રૂહાની મિશન સાથે સંકળાયેલા સેવાદારોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા, કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!